ગુજરાત
જલારામ જન્મોત્સવ સમિતિ દ્વારા શુક્રવારે ભવ્ય શોભાયાત્રાનું આયોજન
ચોકે-ચોકે વિવિધ સંસ્થાઓ અગ્રણીઓ કરશે જલારામ શોભાયાત્રાનું સ્વાગત : જલારામ ભક્તો માટે મહાપ્રસાદ કાર્યક્રમ : આજે રાત્રે મવડી પ્લોટ વિસ્તારમાં ઝૂંડી વિતરણ કરાશે
દેને કો ટુકડા ભલા લેનેકો હરીનામ હિલમિલકે રહીયે યહી જલારામ બાપાકી પૈગામ એ મુજબ જલારામ બાપાની 225મી જન્મ જયંતિ નિમિતે આયોજીત શોભાયાત્રાનું અનેકવિધ સંસ્થાઓ જલારામ ભક્તો અગ્રણીઓ દ્વારા શોત્રાયાત્રાનું શાનદાર સ્વાગત કરવામાં આવશે. તા. 8 શુક્રવારે સાંજે 4 કલાકે ચૌધરી હાઈસ્કૂલના પટાંગણમાંથી શોભાયાત્રાનો સંતોની ઉપસ્થિતિમાં દિપપ્રાગટ્ય આથી વખત સાથે પ્રારંભ શે ત્યારે જલારામ ભક્ત કમલેશભાઈ બુદ્ધદેવ ગીરીરાજ સોડા, કોલ્ડ્રીંક્સ દ્વારા તમામ જલારામ ભક્તોને શરબત પ્રસાદ આપવામાં આવશે.
શોભાયાત્રાનું સદરબજાર મિત્ર મંડળ દાઉદી વ્હોરા સમાજ શીવસેના, શહેરભાજપ અકિલા પરિવાર, જલારામ ચીકી, વિનોદ બેકરી, મુસ્લિમ સમાજ, રસિકભાઈ ચેવડાવાળા, નાગરિકબેંક પરિવાર, શહેર કોંગ્રેસ, ધર્મેન્દ્રરોડ, વેપારી એસોસીએશન રોયલ ગ્રુપ, ધઘી કાંટા રોડ, વેપારી એસોસીએશન, હિતેશભાઈ અનડકટ ગ્રુપ સાંગણવાચોક ખાતે રાજકોટ લોહાણા મહાજન લોહાણા યુવક પ્રગતિ મંડળ જય રઘુવંશીની સંખ્યાએ હોટેલ આરજુ હિન્ડોચા પરિવાર રાજદેવ પરિવાર ચે. ટ્રસ્ટ અંબિકાગરબી મંડળ વિવિધ રાજકીય પ્રશ્ર્નો તથા વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે. વિરાણી હાઈસ્કૂલ રાજકોટ ખાતે શોભાયાત્રા વિરામ પામશે ત્યારે રઘુવંશી પરિવાર ચે. ટ્રસ્ટ દ્વારા મહાઆરતી મહાપ્રસાદનું આયોજન કરાયું છે. જેના પધારવા આમંત્રણ છે.
જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા તાજેતરમાં દેવપરા શાકમાર્કેટ વિસ્તારમાં જલારામ બાપાનીઝુડી વિતણ કરવામાં આવેલ હતી. તથા ફોર વ્હીલર, ટુ વ્હીલરમાં ઝુડીઓ લગાવવામાં આવેલ હતી. તથા આ વિસ્તારથી તમામ જલારામ ભક્તોને જલારામ બાપાની 225મી જન્મ જયંતિએ શોભાયાત્રામાં પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. સાંજે મહાઆરતી મહાપ્રસાદ દેવામાં પણ જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું હતુ.
દેવપરા વિસ્તારના અગ્રણી જલારામ ભક્તો સર્વે ડો. જૈમનભાઈ ઉપાધ્યાય (પૂર્વ મેયર રાજકોટ:, મનુભાઈ જોબનપુત્રા, સંજયભાઈ વસંત (જલારામ), ડો. કૃણભાઈ વસંત (ગીરીરાજ ક્લીનીક, ઉષાબેન મુકુંદભાઈ ત્રિવેદી, જલારામ ઝુપડી ચે. ટ્રસ્ટ રાજસામઢિયાળા, સોનલબેન સામૈયા, અવનીબેન બગડાઈ, જયભાઈ વસંત, કિરીટભાઈ રાજનભાઈ, પ્રશાંતભાઈ પટેલ, જલારામ જન્મોત્સવ સમિતિના પ્રવિણભાઈ કાનાબાર, અશોક હિન્ડોચા, રમલભાઈ કોટક, અશ્ર્વિનભાઈ મીરાણી, રાજેશભાઈ મીરાણી, ભાવિનભાઈ તથા સમીરભાઈ સોમૈયા, કૃપાલી સોમૈયા, ધરમ સોમૈયા સહિત જલારામ ભક્તો ઉપસ્થિત રહ્યા હતાં. દેવપરા વિસ્તારમાં શ્રી જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દદ્વારા જલારામ બાપાની આરતી કરવામાં આવેલ જ્યાં આ વિસ્તારમાં રીક્ષાઓ, ટુ વ્હીલર્સ, ફોરવ્હીલર્સો ઝુડીઓ લગાવી જલારામ શોભાયાત્રામાં પધારવા ભાવભર્યુ આમંત્રણ આપેલ છે.
જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા તા. 6-11-2024 બુધવારે રાત્રે 9 કલાકે સ્વામીનારાયણ ચોક, કૃષ્ણનગર મેઈન રોડ, મવડી પ્લોટ વિસ્તારમાં જલારામ બાપાની ઝુડી વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવશે. જલારામ જન્મોત્સવ સમિતિ રાજકોટ દ્વારા આ વિસ્તારની તમામ જલારામ ભક્તોને ઝુડી વિતરણ કાર્યક્રમમાં પધારવા તથા તા. 8ને શુક્રવારે 4 કલાકે ચૌધરી હાઈસ્કૂલના પટાંગણમાં શોભાયાત્રા માં સામેલ થવા ભાવભર્યુ જાહેર આમંત્રણ પાઠવવામાં આવશે.