વ્રજરાજ બાવાના મંગલ જન્મદિવસ નિમિત્તે ભવ્ય અન્નકૂટ મનોરથ

વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહોદયના 41મા જન્મદિવસ નિમિત્તે વડોદરા અને રાજકોટ ખાતે વિશેષ ધાર્મિક અનુષ્ઠાન તથા ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું…

વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહોદયના 41મા જન્મદિવસ નિમિત્તે વડોદરા અને રાજકોટ ખાતે વિશેષ ધાર્મિક અનુષ્ઠાન તથા ભવ્ય અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડોદરાના માંજલપુર સ્થિત વ્રજધામ સંકુલ ખાતે ના જન્મદિવસ નિમિત્તે સનાતન વૈદિક પરંપરા અનુસાર શાસ્ત્રોક્ત વિધિથી માર્કંડેય પૂજન કરવામાં આવ્યું હતું. આ મંગલ અવસરે ધ્રુમિલકુમારજી મહારાજ, યોગેશ્વરજી મહારાજ તેમજ વલ્લભકુલ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.,

પૂજયના જન્મદિવસ નિમિત્તે જાહેર અભિવાદન સમારોહનું ભવ્ય આયોજન રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં હજારો વૈષ્ણવોએ ઉપસ્થિત રહી નું ભાવભીનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે વિવિધ સમાજના અગ્રણીઓ, સામાજિક તથા ધાર્મિક ક્ષેત્રના મહાનુભાવો તેમજ સર્વ સમાજના ધર્મપ્રેમી નાગરિકોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રત્યે પોતાની શ્રદ્ધા, સ્નેહ અને આદરભાવ વ્યક્ત કર્યો હતો.

આ અન્નકૂટ પર્વ પર વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદય ના મંગલ સાનિધ્યમાં ટઢઘ નાથ ધામ હવેલી ખાતે પુષ્ટિમાર્ગીય પ્રણાલી અનુસાર ભવ્ય અન્નકૂટ મનોરથમાં 51 કિલો અન્ન (સખડી)ના વિનિયોગથી ઊંચા સખડીના શિખરની અતિ દિવ્ય સજાવટ કરવામાં આવી સાથે જ 11 ડબ્બા ઘીની વિવિધ પ્રકારની સામગ્રી બનાવીને પ્રભુને ભોગ ધરાવામાં આવ્યો.

જગદ્ગુરુ મદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીની 18મી પેઢીના વૈષ્ણવાચાર્ય વ્રજરાજકુમારજી મહોદયએ નાની વયથી જ પુષ્ટિમાર્ગના વૈશ્વિક પ્રચાર-પ્રસાર, સનાતન સંસ્કૃતિના સંવર્ધન, યુવા પેઢીના આધ્યાત્મિક ઘડતર અને માનવસેવાને પોતાના જીવનકાર્યનું કેન્દ્ર બનાવ્યું છે.

દ્વારા પુષ્ટિમાર્ગની પ્રથમ આંતરરાષ્ટ્રીય નેટવર્ક આધારિત સંસ્થા ‘વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન’ (VYO)ની સ્થાપના કરવામાં આવી હતી, જે આજે વિશ્વના 18 દેશોમાં કાર્યરત છે. ના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ભારત, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા તેમજ આફ્રિકા સહિત વિશ્વના વિવિધ દેશોમાં 30થી વધુ હવેલીઓ અને આધ્યાત્મિક કેન્દ્રોનું વિશાળ નેટવર્ક વિકસિત થયું છે. વિદેશની ધરતી પર વસતી ભારતીય યુવા પેઢીને પોતાની સંસ્કૃતિ, ધર્મ અને પરંપરા સાથે જોડવા માટે નું વિશિષ્ટ યોગદાન રહ્યું છે.

એ અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ જીવાત્માઓને બ્રહ્મસંબંધ દીક્ષા આપી પુષ્ટિમાર્ગ સાથે જોડ્યા છે તથા છેલ્લા આઠ વર્ષમાં દેશ-વિદેશમાં 250થી વધુ મદ્ ભાગવત કથાઓના માધ્યમથી કૃષ્ણભક્તિ અને સનાતન જીવનમૂલ્યોનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો છે.

આધુનિક ટેક્નોલોજી અને સોશિયલ મીડિયાના માધ્યમથી આધ્યાત્મિકતાને નવી પેઢી સુધી પહોંચાડવામાં પણ એ વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર સાત(7) લાખથી વધુ ફોલોઅર્સ સાથે વ્રજરાજકુમારજી મહોદય સમસ્ત વલ્લભકુલ પરિવારના સર્વાધિક ફોલોઅર્સ ધરાવતા લોકપ્રિય વૈષ્ણવાચાર્ય છે. નાં આધ્યાત્મિક પ્રવચનો, જીવનપ્રેરક સંદેશાઓ અને કૃષ્ણભક્તિ આધારિત માર્ગદર્શન વિશ્વભરના યુવાનો સુધી પહોંચી રહ્યાં છે.

ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રની સાથે માનવસેવાના ક્ષેત્રે પણ નું વિશિષ્ટ યોગદાન રહ્યું છે. પૂજયના માર્ગદર્શન હેઠળ એક લાખ દૃષ્ટિહીન વ્યક્તિઓને સહાયક સ્ટિક અર્પણ કરવાના સંકલ્પ અંતર્ગત અત્યાર સુધીમાં 30 હજારથી વધુ સ્ટિકનું વિતરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા માટે 75થી વધુ બોરવેલ, જળસંચય, અન્નદાન, ગૌસેવા, શિક્ષણ સહાય, આરોગ્યલક્ષી સહાય, ક્ધયાદાન અને થેલેસેમિયા પરીક્ષણ સહિત અનેક માનવતાવાદી સેવાકીય અભિયાનો હાથ ધરવામાં આવ્યાં છે.

41 વર્ષની વયે આધ્યાત્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક અને માનવતાવાદી ક્ષેત્રે વૈશ્વિક સ્તરે અનેકવિધ કાર્યો કરનાર વ્રજરાજકુમારજી મહોદય પ્રત્યે સર્વ સમાજમાં રહેલા આદર અને આત્મીયભાવનું ભવ્ય પ્રતિબિંબ રાજકોટના અભિવાદન સમારોહમાં જોવા મળ્યું હતું.

રાજકોટ ખાતે યોજાયેલો આ ભવ્ય સમારોહ માત્ર જન્મદિવસની ઉજવણી પૂરતો સીમિત ન રહેતાં ગુરુ પ્રત્યેની શ્રદ્ધા, સનાતન સંસ્કૃતિ પ્રત્યેનું સમર્પણ, સામાજિક સમરસતા અને માનવસેવાની ભાવનાનો ભવ્ય મહોત્સવ બની રહ્યો હતો. અન્નકૂટ મહોત્સવનો પ્રસાદ વૈષ્ણવોને તેમજ ગરીબોમાં વિતરણ કરવામાં આવ્યો હતો.