Site icon Gujarat Mirror

ઓનલાઇન જોબ ક્ધસલ્ટન્સી ચલાવતી યુવતી સાથે રોકાણના બહાને 12.50 લાખની ઠગાઇ

શહેરના સાધુ વાસવાણી રોડ વિસ્તારમાં રહેતી અને ઓનલાઈન જોબ ક્ધસલ્ટન્સી ચલાવતી મુળ નવી દિલ્હીની 28 વર્ષીય યુવતી સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ઘટના બની છે.આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે મુળ નવી દિલ્હી શિવ વિહારના અને હાલ સાધુ વાસવાણી રોડ પર યોગીનગર કોમ્પલેક્ષ બીજા માળે રહેતા દામીનીબેન રાજેન્દ્રકુમાર પ્રજાપતિ (ઉ.વ.28)ની ફરિયાદ પરથી સાધુ વાસવાણી રોડ સરીતા શેરી નં. 5 કેશવી સુપર માર્કેટ પાસે સુર્યકૃપા ખાતે રહેતાં રાજદિપસિંહ ભરતસિંહ જાડેજા વિરૂૂધ્ધ ગુનો નોંધ્યો છે.

દામિનીબેને ફરિયાદમાં જણાવ્યું છે કે તે પોતાના ભાઇ સાથે રાજકોટ રહે છે અને સક્સેસ કિંગડમ નામે પ્રોપરાઈટરશીપ ફર્મ ચલાવે છે અને ઓનલાઈન જોબ અપાવવાનું કામકાજ કરે છે. તેઓ છેલ્લા બે વર્ષથી રાજદીપસિંહ ભરતસિંહ જાડેજાના સંપર્કમાં હતા. જુલાઈ 2024માં દામિનીબેને રાજદીપસિંહની 150 ફૂટ રિંગ રોડ પર શીતલ પાર્ક પાસે ધ સ્પાયર બિલ્ડિંગમાં આવેલી જાડેજા બ્રધર્સ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસ નં. 1330 ખાતે રોકાણ માટે ગયા હતાં. વિશ્વાસમાં આવીને તેમણે પ્રથમ વખત 2.50.000 રૂૂપિયાનું રોકાણ કર્યું હતું. ત્યારબાદ ગત તા. 01/07/2025ના રોજ તે જ ઓફિસે ફરી 10,00,000 રૂૂપિયાનું મોટું રોકાણ કર્યું હતું. આમ કુલ 12,50,000 રૂૂપિયા રાજદીપસિંહને સોંપવામાં આવ્યા હતા.રોકાણ કર્યા બાદ શરૂૂઆતના ત્રણ મહિના સુધી રાજદીપસિંહે કરાર મુજબ નફો આપ્યો હતો.

પરંતુ ત્યારબાદ નફો કે મુળ રકમ આપવાનું બંધ કરી દીધું હતું. દામિનીબેને અનેકવાર ફોન કર્યા અને ઓફિસે ધક્કા ખાધા પરંતુ રાજદીપસિંહે સંતોષકારક જવાબ આપ્યો નહોતો. ગત તા.07/01/2026 ના રોજ જ્યારે દામિનીબેન તેમના ભાઈ પ્રિન્સ સાથે ઓફિસે ગયા ત્યારે જાણવા મળ્યું કે રાજદીપસિંહ ઓફિસ બંધ કરી દીધી છે અને ત્યાંથી ગાયબ થઈ ગયેલ છે. ઓફિસ બંધ હોવાથી દામિનીબેન અને તેમના ભાઈ પ્રિન્સ સાંજે સાતેક વાગ્યે રાજદીપસિંહના ઘરે સાધુ વાસવાણી રોડ ખાતે પહોંચ્યા હતા. દામિનીબેને પોતાની રકમ પરત માંગતા રાજદીપસિંહ ઉશ્કેરાઈ અભદ્ર ગાળો દીધી હતી અને ધમકી પણ દીધી હતી કે તારા પૈસા હવે પાછા નહીં મળે અને જો ફરીથી પૈસા માંગ્યા કે રાજકોટમાં ક્યાંય દેખાઈશ તો તને જાનથી મારી નાખીશ.

Exit mobile version