મોરબીના ટીંબડી ગામ પાસે કોલસાના ઢગલામાં દટાઇ જવાથી બાળકીનું મોત

  મોરબી માળિયા હાઇવે રોડ ઉપર ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ દાદા કોલ નામના કારખાનામાં કોલસાનો ઢગલો કરેલો હતો અને ત્યાં પાર્ટીશન લગાવવામાં આવ્યું હતું…

 

મોરબી માળિયા હાઇવે રોડ ઉપર ટીંબડી ગામના પાટીયા પાસે આવેલ દાદા કોલ નામના કારખાનામાં કોલસાનો ઢગલો કરેલો હતો અને ત્યાં પાર્ટીશન લગાવવામાં આવ્યું હતું તે પાર્ટીશન તૂટી જતા કોલસો બાજુમાં આવેલ મજુરની ઓરડી ઉપર પડ્યો હતો ત્યાં સિમેન્ટનું પતરું તૂટીને કોલસો ઓરડીની અંદર પડતા કોલસા નીચે દોઢ વર્ષની બાળકી દટાઈ ગઈ હતી જેથી કરીને ગુંગણામણથી તે બાળકીનું મોતની નિપજયુહતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા ત્યારે આ બનાવની મૃતક બાળકીના પિતાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી માળિયા હાઇવે રોડ ટ્રાવેલ ટીંબડી ગામના પાટીયા પાસે ઓસીસ સીરામીક સામે દાદા કોલ એલએલપી નામના કારખાના ની ઓરડીમાં રહેતા અને મજૂરી કામ કરતા ચેનસિંહ બદીયા પરમાર (22) નામના યુવાનની દોઢ વર્ષની દીકરી યોગીતા તેના લેબર કવાર્ટરમાં હતી. ત્યારે તેઓના લેબર ક્વાર્ટરની બાજુમાં કોલસાનો ઢગલો કરેલ હતો અને ત્યાં લગાવવામાં આવેલ પાર્ટીશન અચાનક તુટ્યું હતું.

જેથી કરીને કોલસો ચૈનસિંહ પરમારની ઓરડી ઉપર પડ્યો હતો અને ત્યારે તેમની ઓરડી ઉપર મુકેલ સિમેન્ટનું પતરું તૂટવાના કારણે કોલસો સીધો ઓરડીમાં પડતા તે કોલસા નીચે યોગીતા દબાઈ ગઈ હતી જેથી કરીને કારણે તેનું ગુંગણામણથી મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને મૃતકના પિતાએ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.