લાલ બાગ કા રાજાને રાજકોટના કોઇન મેન દ્વારા ચલણી નોટોનો હાર અર્પણ

રાજકોટના ‘કોઇન મેન’ તરીકે જાણીતા નરેન્દ્રભાઇ સોરઠીયા દ્વારા ચલણી નોટોનો મખમલમાં 25 ફુટનો અદભુત કલાત્મક હાર મુંબઇના લાલબાગના રાજના દરબારમાં અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.શ્રધ્ધા…

રાજકોટના ‘કોઇન મેન’ તરીકે જાણીતા નરેન્દ્રભાઇ સોરઠીયા દ્વારા ચલણી નોટોનો મખમલમાં 25 ફુટનો અદભુત કલાત્મક હાર મુંબઇના લાલબાગના રાજના દરબારમાં અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.શ્રધ્ધા સાથે ભક્તિની વાતો કંઇક અનોખી જ હોય છે. જયારે ઉના ગામે જન્મેલા અને રંગીલા રાજકોટમાં સ્થઇ થયેલા નરેન્દ્રભાઇ એચ. સોરઠીયા ગણપતી બાપામાં અતુટ શ્રધ્ધા ધરાવતા હોય અને મુંબઇના ખ્યારનામ લાલ બાગના રાજના દરબારમાં છેલ્લા 33 વર્ષથી શ્રધ્ધાપુર્વક દર્શને જતા હોય છે.

આ દરબારમાં અનેક ઉચ્ચ અધિકારી- સિને કલાકારો જેવા વિવિધ મોટા મહાનુભાવો પધારતા હોય ત્યારે આ નરેન્દ્રભાઇને પણ બાપાના ચરણોમાં કંઇક ઓખું અને સ્વહસ્તક બનાવી બાપાને અર્પણ કરવાની ઇચ્છા જાગૃત થતા તેમણે સતત 3 માસ સુધી સખત મહેન તકરી ગણપતી બાપા માટે મખમલમાં ભારતીય ચલણી નોટો 1-2-5- 10-20-50- 100-200-500 રૂપિયાની કલાત્મક રીતે સુંદર મજાનો 40 ફુટનો ખેસ અને 25 ફુટનો હાર 16ના રોજ અર્પણ કરી પોતાના આ જીવને ધન્યતા પ્રાપ્ત થયાના અનુભવ કર્યો હતો.