Site icon Gujarat Mirror

ત્રિકોણબાગ પાસે ગઠિયાએ ભીડનો લાભ લઈ મહિલાનો મોબાઈલ સેરવી લીધો

ત્રિકોણબાગ બસ સ્ટેશન પાસે પાણીના કુલર નજીક ઊભેલા કોટડા-સાંગાણીનાં પ્રૌઢાનાં ખિસ્સામાંથી કોઇ ગઠીયો નજર ચુકવીને 15 હજારની કિંમતનો સેમસંગનો મોબાઇલ ફોન ચોરી ગયાની ફરિયાદ એ-ડિવીઝન પોલીસ મથકમાં નોંધાઇ છે.

શાપર વેરાવળમાં બુધનગરમાં રહેતા ભાવનાબેન અરવિંદભાઇ સોલંકીએ એ-ડિવીઝન પોલીસમાં કરેલ ફરિયાદ અનુસાર,તેમના પતિને પગની પેનીનો દુ:ખાવો હોય તેની દવા લેવા માટે તા. 14 નાં રોજ રાજકોટ આવ્યા હતા. દવા લઇને ઘરે પરત જવા માટે ત્રિોકણબાગ બસ સ્ટેશન પાસે આવ્યા હતા જયાં પાણીના કુલર નજીક ઊભા હતા. આ સમયે ગિરદીનો લાભ લઇ કોઇએ તેમના પતિનાં શર્ટના ખિસ્સામાં રાખેલ 15 હજારની કિંમતનો સેમસંગનો મોબાઇલ ફોન સેરવી લીધો હતો. શર્ટના ખિસ્સામાં મોબાઇલ ફોન તપાસતા તે ચોરાઇ ગયાનું માલૂમ પડયું હતું. જેને લીધે એ-ડિવીઝન પોલીસમાં મોબાઇલ ચોરીની કરિયાદ નોંધાવી હતી.જેને પગલે એ-ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

Exit mobile version