ક્રાઇમ
રિક્ષામાં મુસાફરને બેસાડી રોક્ડ સેરવી લેતી ગેંગના સૂત્રધારને પાસામાં ધકેલ્યો
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ વધુ એક શખ્સને પાસા તળે જેલમાં ધકેલી દીધા છે.મુસાફરોને રીક્ષામાં બેસાડી પૈસા સેરવી લેવાના ગુનાઓમાં સામેલ બે શખ્સને પાસામાં ધકેલાતાં ભક્તિનગર પોલીસ અને પીસીબીની ટીમે વોરન્ટ બજવણી કરી હતી.શહેરમાં ઘરફોડ ચોરીઓ તથા અન્ય ગેરપ્રવૃતિઓમાં સામેલ હોય તેવા શખ્સોનો ગુનાહિત ઇતિહાસ ચેક કરી પાસાની દરખાસ્ત કરવાની કાર્યવાહી જે તે પોલીસ સ્ટેશન દ્વારા થતી હોય છે. જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમાર, એસીપી બી.વી.જાદવની સુચના અનુસાર ભક્તિનગર પોલીસે વધુ એક દરખાસ્ત મુકી હતી.જેમાં આજીડેમ પાસે માંડાડુંગર પાસે ભીમનગર ચોક પાસે રહેતા સંજય ઉર્ફે સંજલો મગન બાંભનીયા (ઉ.વ.32)ને અમદાવાદ જેલમાં પાસા તળે ધકેલવા હુકમ થયો છે.
સંજય મારામારી,ચોરી સહિત છ ગુનામાં સંડોવાયેલા હતો.આ કામગીરી ભક્તિનગરના પીઆઇ સરવૈયા, એએસઆઈ નિલેશ ભાઈ મકવાણા, હોમગાર્ડ હાર્દિક ભાઈ પીપ ળીયા અને પીસીબીના ઇન્ચાર્જ પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીએઅસાઇ એમ. જે. હુણ, રાજેશભાઇ દહેકવાલ, ઇન્દ્રસિંહ સિસોદીયા સહિતે વોરન્ટ બજવણી કરી હતી.