લોન લઈ મિત્ર ભાગી જતાં બેંકે જામીનનો ફ્લેટ કબજે કરી લીધો
રાજકોટમાં મિત્રની લોન માટે પોતાની મિલ્કતના દસ્તાવેજો જામીન ગીરીમાં મુકવાનું મિત્રને મોંઘુ પડ્યું છે. લોન લીધા બાદ મિત્ર નાસી જતાં બેંકે જામીનગીરી આપનાર મિત્રના ફ્લેટનો તંત્રએ કબ્જો લઈ બેંકને સોંપી દીધો છે.
રાજકોટ કલેકટર પ્રભવ જોશી અને પ્રાંત અધિકારીની સુચના અનુસાર રાજકોટ પશ્ચિમ મામલતદાર અને નાયબ મામલતદાર ની ટીમ દ્વારા રાજકોટ શહેરના રૈયા વિસ્તારમાં આવેલ ચાંદની પાર્કમાં આઈ.ઓ.બી. પાસેથી મકાન માલિકે પોતાના મિત્રને લોન લેવા માટે દસ્તાવેજો આપ્યા હતા પરંતુ બાદમાં મિત્ર ફરાર થઈ જતા ફ્લેટ માલિક હતા ન ભરી શકતા આજે આજે રાજકોટ શહેર(પશ્ચિમ) મામલતદાર મામલતદાર અને બેંકના અધિકારીઓ સાથે રૈયા રોડ પર આવેલ ચાંદની પાર્કમાં સર્કલ ઓફિસર દ્વારા ઘી સિક્યુરાઈઝેન એક્ટ હેઠળ મિલકતનો કબ્જો લીધો હતો.
મળતી વિગતો અનુસાર રાજકોટ રાજકોટ શહેરના વિસ્તારમાં આવેલ ચાંદની પાર્કમાં મહેશભાઈ રાઠોડ પોતાના મિત્ર સનમાઈકાના વેપારીને લોન લેવા માટે દસ્તાવેજ આપ્યો હતો. પરંતુ બાદમાં તેઓ લોન લઈ ગામડે ચાલ્યા જતા મહેશભાઈને અન્ય પણ ઘણી બધી લોનો હોવાના કારણે રૈયા વિસ્તારમાં રહેલ ફ્લેટના હપ્તા ન ભરી શકતા. આઈઓબીની 22 લાખથી પણ વધુ ની રકમ બાકી હોવાના કારણે મામલતદાર પશ્ચિમ અજીત જોશી સહિતના અધિકારીઓ દ્વારા ઘી સિક્યુરાઈઝેન એક્ટ હેઠળ મિલકતનો કબજો લઈ બેંકને સોંપી દેવામાં આવ્યો હતો.
