ક્રાઇમ
મિત્ર દવાખાનાની લાઇનમાં ઊભો છે, પૈસાની જરૂર છે કહી ગઠિયાએ ખાતામાં 23 હજાર ટ્રાન્સફર કરાવી લીધા
રેલનગર મેઇન રોડ પર રામેશ્વર પાર્ક શેરી નં.1 માં રહેતા અને ઇલેક્ટ્રીકનું કામ કરનાર પિયુષ ગિરીશભાઈ ટાંક (ઉ.વ 37) દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં અજાણ્યો મોબાઈલ નંબરનો ધારક અને આંધ્ર પ્રદેશ ગ્રામીણ વિકાસ બેંકના એકાઉન્ટ ધારક તેમજ ઈન્ડુસ બેંકના એકાઉન્ટ ધારકના નામ આપ્યા છે.આ લોકોએ 23 હજારની છેતરપિંડી કરતા યુનિવર્સિટી પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
ફરિયાદમાં યુવાને જણાવ્યું હતું કે, ગત તારીખ 10/12/2023 ના તે રૈયાધાર વિસ્તારમાં દ્વારકા સોસાયટીમાં મકાનમાં ઇલેક્ટ્રીકનું કામ કરતો હતો ત્યારે બપોરના સમયે તેને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, હું શિવેન્દ્રભાઈ બોલું છું તમે મને ઓળખો છો? જેથી યુવાને કહ્યું હતું હા હું તમને ઓળખું છું તમે રેલવેમાં નોકરી કરો છો અને મારી બાજુની શેરીમાં રહો છો. તેમ વાત કર્યા બાદ આ શખસે કહ્યું હતું કે, મારો મિત્ર દવાખાનાની લાઇનમાં ઊભો છે તેને પૈસાની જરૂૂરિયાત છે હું અત્યારે બહાર છું પહોંચી શકું તેમ નથી મારા ખાતામાંથી પૈસા જમા થતા નથી જેથી તમે મદદ કરો હું તમારા ખાતામાં 10,000 રૂૂપિયા નાખું છું તમને એક નંબર આપું છું તમે પૈસા નાખી દેજો.
પરંતુ તેના ખાતામાંથી 10,000 ન આવતા આ બાબતે યુવાને કહેતા તેણે કહ્યું હતું કે એરર આવે છે. હાલ તમે થોડી રકમ ટ્રાન્સફર કરી દો. હું તમને પૈસા મોકલી દઈશ જેથી યુવાને રૂૂપિયા 4000 ટ્રાન્સફર કર્યા હતા બાદમાં આ શખસે વધુ રકમ ટ્રાન્સફર કરવાનું અને બેંક ડીટેઇલ આપવાનું કહેતા યુવાને ના કહી હતી.બાદમાં તેણે ટ્રાન્સફર કરેલી રકમ પરત આપવા માટે તેણે એક લિંક મોકલી હતી જેમાં એક રૂૂપિયો જમા થયો હતો તે લિંક ઓપન કરવા માટે યુપીઆઇ પાસવર્ડ નાખવાનું કહેતા યુવાને પાસવર્ડ નાખ્યો હતો બાદમાં બે રૂૂપિયા જમા થયા હતા અને ત્યારબાદ 10 જમા થયા હતા.જેથી યુવાને કહ્યું હતું કે, તમે એક સાથે પૈસા નાખો બાદમાં આ શખ્સે ફરી લીંક મોકલી હતી જેમાં પાસવર્ડ નાખતા યુવાનના એકાઉન્ટમાંથી રૂૂપિયા 14 હજાર કપાઈ ગયા હતા.યુવાને કહેતા આ શખ્સે કહ્યું હતું કે,ઉભા રહો હું તમને બધા પૈસા પાછા આપી દઈશ તેમ કહી ફરી લીંક મોકલી હતી જેમાં ઓકે કરી યુવાને યુપીઆઈ તથા પાસવર્ડ નાખતા ખાતામાંથી વધુ 5000 કપાઈ ગયા હતા.બાદમાં આ શખ્સને કોલ કરતા તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો.આ રકમ કટ થયા બાદ યુવાનના એકાઉન્ટમાં માત્ર રૂૂપિયા 250 બચ્યા હતા.બાદમાં તેણે પોતાની સાથે સાયબર ફ્રોડ થયો હોવાનો અહેસાસ થતાં તેણે આ મામલે પ્રથમ સાયબર હેલ્પલાઇન પર અરજી કર્યા બાદ હવે આ ફરિયાદ નોંધાવી હતી.