Site icon Gujarat Mirror

ગોંડલના દેરડી કુંભાજીમાં મિત્રએ દારૂ પીવડાવી યુવાનને ઢોર માર માર્યો

oplus_262176

ગોંડલના દેરડી કુંભાજી ગામે સાથે દારૂ પીધા બાદ મિત્રએ યુવકને દારૂના નશામાં બાઈકમાં બેસાડી લઈ જઈ માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ગોંડલ તાલુકાના દેરડી કુંભાજી ગામે રહેતાં રોહન સુનિલભાઈ સોલંકી નામનો 22 વર્ષનો યુવાન કેશવાળા ગામના પાટીયા પાસે હતો ત્યારે મિત્રએ ઝઘડો કરી લાકડી વડે માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં હુમલાખોર મિત્ર સાથે રોહને દારૂ પીધા બાદ મિત્રએ રોહનને બાઈકમાં લઈ જઈ માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો છે.

આ ઉપરાંત અન્ય બનાવમાં શાપરમાં જુદા જુદા બે સ્થળે મારામારી થઈ હતી. જેમાં શાપરમાં ભુમિ ઈન્ડસ્ટ્રીઝ પાટીદાર મેટલ પાસે પ્રેમ શંકર બાબુ કુસ્વા (ઉ.27) ઉપર ઢોલા સહિતના શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. જ્યારે શાપરમાં શિતળા માતાજીના મંદિર પાસે રવિ આલમભાઈ અંસારી (ઉ.26) ઉપર અજાણ્યા શખ્સોએ પાઈપ વડે હુમલો કર્યો હતો. મારામારીમાં ઘવાયેલા બન્ને યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા હતાં. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version