ધ્રોલના વાંકીયા ગામે વાડીમાં બનાવ બન્યો
જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના વાંકિયા ગામમાં રહીને ખેતી કામ કરતા મોહનભાઈ આપસિંગભાઈ ડોડવા નામના 37 વર્ષની વયના આદિવાસી શ્રમિક યુવાનને પોતાની વાડીમાં જંતુનાશક દવા નો છંટકાવ કરતી વેલા એ ઝેરી દવાની અસર થતા બેશુદ્ધ બની જવાથી તેને સારવાર માટે ધ્રોળની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, જયાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. ઝેરી દવાની અસર થવાના કારણે તેને વીપરિત અસર થઈ હતી, અને મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મોહનભાઈ પોલીસને જાણ કરતાં ધ્રોળ પોલીસે સમગ્ર મામલામાં તપાસ શરૂૂ કરી છે.
