Site icon Gujarat Mirror

લીલિયાના આંબા ગામે ચાર વર્ષની બાળા રમતાં-રમતાં પહેલા માળેથી પટકાઇ

લીલીયાના આંબા ગામે ખેતમજુરી અર્થે આવેલા પરિવારની 4 વર્ષની માસુમ બાળકી રમતા રમતા પહેલા માળેથી નીચે પટકાઇ હતી. માસુમ બાળકીને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડવામા આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ લીલીયાના આંબા ગામે ખેત મજુરી અર્થે આવેલા પરિવારની રીયાબેન બનીયાભાઇ બંગેલ નામની 4 વર્ષની માસુમ બાળકી બપોરના એકાદ વાગ્યાના અરસામા પહેલા માળે રમતી હતી ત્યારે અકસ્માતે રમતા રમતા નીચે પટકાઇ હતી.

માસુમ બાળકીને ઇજા પહોંચતા સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવી હતી.
આ ઉપરાંત બીજા બનાવમા ભચાઉના સામખીયાળી ગામે આવેલા મહાવીરનગરમા રહેતા પરિવારની પ્રિયાબેન રામજીભાઇ સોલંકી નામની અઢી વર્ષની માસુમ બાળકી બે દિવસ પુર્વે બપોરના અઢી વાગ્યાના અરસામા પોતાના ઘરે રમતી હતી ત્યારે અકસ્માતે પાણીની ડોલ માથે પડતા બાળકી ગંભીર રીતે દાઝી ગઇ હતી.

બાળકીને તાત્કાલીક સારવાર માટે સામખીયાળી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમા દાખલ કરવામા આવી હતી. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version