ગુજરાત

જૂના રેલવે સ્ટેશન વિસ્તારમાં ભંગારના વાડામાં આગ લાગતાં દોડધામ

Published

on


જામનગરમાં જુના રેલવે સ્ટેશન પાસે ભીમવાસના ઢાળિયા નજીક એક ભંગારના વાડામાં ગઈકાલે મોડી રાત્રે અકસ્માતે આગ લાગી હતી, અને ભંગારનો માલસામાન સળગવા લાગતાં દૂર સુધી આગના લબકારાઓ દેખાયા હતા.


અંદાજે રાત્રીના પોણા ચાર વાગ્યાના સમયે ત્યાંથી પસાર થઈ રહેલા જામનગરના પીજીવીસીએલના દરબારગઢ સબ ડિવિઝનના જુનિયર ઇજનેર કોમલબેન ચંદારાણા અને તેમના પતિ રવિભાઈ ચંદારાણા કે જેઓએ પોતાની કાર થોભાવીને તુરત જ જામનગર મહાનગર પાલિકાની ફાયર શાખાને જાણ કરી હતી. જેથી માત્ર ચાર મિનિટના સમય ગાળામાં જ ફાયર બ્રિગેડની ટુકડી બનાવના સ્થળે પહોંચી હતી, અને આગ બુઝાવવાની કામગીરી શરૂૂ કરી હતી.


ભંગારના વાડામાં જુના ટાયર, પ્લાસ્ટિક વગેરેનો મોટો જથ્થો પડ્યો હોવાથી તેમાં આગે મોટું સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું, તેથી વધુ એક ફાયર ફાઈટર ને બોલાવવાની જરૂૂર પડી હતી, અને બે ફાયર ફાઈટર ની મદદથી સમયસર આગને કાબુમાં લઈ લેવાતાં ભંગારના વાડામાં પડેલો અન્ય જથ્થો તથા આસપાસના વિસ્તારમાં આગ પ્રસરતી અટકાવી શકાઇ હતી. મોડી રાત્રે આગ ના લબકારા જોઈને આસપાસના વિસ્તારના રહેવાસીઓ, તેમજ જુના રેલ્વે સ્ટેશન પાસેથી મોડી રાત્રે પસાર થનારા લોકો એકત્ર થઈ ગયા હતા. આગનું ચોક્કસ કારણ અને નુકસાની નો અંદાજ જાણી શકાયો નથી. ભંગારના વાડાના માલિક હરીશભાઈ રાઠોડ કે જેઓને જાણકારી મળતાં તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version