Site icon Gujarat Mirror

મકાનના મીટર બોક્સમાં આગ લાગતા અફરાતફરી

મકાનમાં ફસાયેલી ત્રણ વ્યક્તિને પણ ફાયરે બહાર કાઢી

જામનગરમાં જીઆઇડીસી વિસ્તારમાં સેટેલાઇટ પાર્ક ના એક રહેણાક મકાનના મીટર બોક્સ માં આગ લાગી હતી. બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડ સ્ટાફ દોડી ગયો હતો અને આગ ને કાબુ માં લીધી હતી. આ સમયે મકાન માં ત્રણ થી ચાર લોકો હતા તેને સલામત રીતે બહાર કાઢી લેવાયા હતા.


જામનગર માં ખંભાલીયા બાયપાસ થી લાલપુર બાયપાસ માર્ગે જીઆઇડીસી ,. એપ્પલ ગેટ સામે આવેલ સેટેલાઈટ પાર્ક સોસાયટી મા રહેતાં રજનીશભાઈ વિરાણી ના મકાનમાં આજે ગ્રાઉન્ડ ફ્લોર મા રહેલ મીટરબોક્ષ માં આજે અકસ્માતે આગ લાગી હતી. બનાવવાની જાણ થતા જ ચીફ ફાયર ઓફિસર કે. કે. બીશનોઈ સ્ટાફ સાથે દોડી ગયા હતાઝ અને આગ ને કાબુમાં લીધી હતી.


આ સમયે મકાન ના ત્રણ લોકો હાજર હતા, દરમિયાન આગના કારણે ધુમાડા ના ગોટેગોટા જોવા મળ્યા હતા, અને તેમાં ફસાયેલી ત્રણેય વ્યક્તિઓને ગૂંગળામણ થઈ રહી હતી. આથી ફાયર બ્રિગેડની ટુકડીએ ત્રણેયને બાજુના મકાનમાં ખેંચી લઈ સલામત રીતે બહાર ખસેડી લીધા હતા.

Exit mobile version