સાધુ વાસવાણી રોડ પર નેપાળી પ્રૌઢે દારૂના નશામાં ગળામાં છરી ફેરવી દીધી

  શહેરમાં સાધુવાસવાણી રોડ ઉપર નેપાળી પ્રૌઢે દારૂના નશામાં પોતાની જાતે ગળા ઉપર છરી ફેરવી દીધી હતી. યુવાનનેઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ…

 

શહેરમાં સાધુવાસવાણી રોડ ઉપર નેપાળી પ્રૌઢે દારૂના નશામાં પોતાની જાતે ગળા ઉપર છરી ફેરવી દીધી હતી. યુવાનનેઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર સાધુવાસવાણી રોડ ઉપર આવેલા પેટ્રોલપંપ પાસે રામ બહાદૂર ચંદ્રશીવ નેપાળી નામના 45 વર્ષના પ્રૌઢે સવારના ચારેક વાગ્યાના અરસામાં દારૂના નશામાં પોતાની જાતે ગળાના ભાગે છરી ફેરવી દીધી હતી. પ્રૌઢને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત અન્ય બનાવમાં જલજીત સોસાયટીમાં રહેતો સાહિલ જયેશભાઈ પરમાર (ઉ.વ.21) લક્ષ્મીનગર મેઈન રોડ પર હતો ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી ટીકડા ખાઈ લીધા હતાં. બીજા બનાવમાં શાપર-વેરાવળમાં આવેલ આનંદનગરમાં રહેતા જય ભુપતભાઈ સોહલિયા (ઉ.વ.20)એ અકળ કારણસર રાત્રીના સમયે ફિનાઈલ પી લીધુ હતું. બન્ને યુવાનને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.