Site icon Gujarat Mirror

સંસ્કારી નગરીને લાંછન, વડોદરામાં લગ્નપ્રસંગમાં ‘બાર’ જેવા દૃશ્યો વાઇરલ

માંજલપુરમાં સ્કોચ-વ્હીસકીની બોટલમાંથી નાની બોટલો ભરવાનો વીડિયો વાઇરલ

સંસ્કારી નગરી વડોદરામાં દારૂૂની રેલમછેલ જોવા મળી છે. માંજલપુરમાં આયોજિત એક લગ્ન પ્રસંગ પૂર્વે પાર્ટી પ્લોટ બારમા ફેરવાઈ ગયો હતો. રેડી ટુ ડ્રીંક બોટલમાં મહેમાનોને દારૂૂ પીરસવામાં આવ્યો હતો. સ્કોચ વિસ્કીની બોટલમાંથી નાની બોટલમાં દારૂૂ ઠાલવવામાં આવતો હોવાનો વિડીયો વાયરલ થયો છે.સ્કોચ વિસ્કીની બોટલમાંથી નાની બોટલમાં વિદેશી શરાબ ઠાલવવામાં આવી રહી હોવાનો વિડીયો વાયરલ થયો છે.

ચાર જેટલા ઈસમો મોટી બોટલમાંથી નાની બોટલમાં શરાબ ઠાલવતા હોવાના દ્રશ્યો વીડિયોમાં કેદ થયા છે. વિદેશી દારૂૂની 20 જેટલી બોટલોમાંથી કેટલીક ભરેલી તો કેટલીક ખાલી જોવા મળી છે. ત્યારે માલતુજારોએ પૈસાના દમ પર દારૂૂબંધીના ધજાગરા ઉડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

હાલ તો આ વીડિયો પોલીસના ઉચ્ચ અધિકારીના પણ હાથમાં આવ્યો છે. તાત્કાલિક તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. હાલ આ કયા પાર્ટી પ્લોટનો વિડીયો છે અને કોનો લગ્ન પ્રસંગ હતો તે અંગે પણ પોલીસે તપાસ શરૂૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

Exit mobile version