જીવલેણ રોગચાળો એક વર્ષના માસુમ બાળકને ભરખી ગયો

રાજ્યભરમાં રોગચાળો જીવલેણ બન્યો હોય તેમ અવાર નવાર નાની મોટી બીમારીના કારણે અનેક લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે વધુ એક બનાવમાં…

રાજ્યભરમાં રોગચાળો જીવલેણ બન્યો હોય તેમ અવાર નવાર નાની મોટી બીમારીના કારણે અનેક લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. ત્યારે વધુ એક બનાવમાં લોધિકાના મેટોડામાં મજૂરી કામ કરતા શ્રમિક પરિવારના એક વર્ષના માસુમ બાળકને તાવની બીમારી સબબ સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ બાળકનું મોત નીપજતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ લોધિકાના મેટોડા જીઆઇડીસીમાં ગેઇટ નં.2માં આવેલા સપના મેટલ નામના કારખાનામાં કામ કરતા શ્રમિક પરિવારના દિવ્યાશ હરીરામ કુમાર નામના એક વર્ષનો માસુમ બાળકને તાવની બીમારી સબબ સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યા તેનુ મોત નીપજતા શ્રમિક પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.

પ્રાથમિક પૂછપરછમાં મૃતક દિવ્યાશનો પરિવાર મુળ બિહારનો વતની છે અને મેટોડામાં આવેલા સપના મેટલના કારખાનામાં કામ કરે છે. દિવ્યાશ બે ભાઇમાં નાનો હતો. દિવ્યાશને બે દિવસ પૂર્વે શરદી થયા બાદ ગઇકાલે અચાનક તાવ ચડતા મોત નીપજ્યુ હોવાનું જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે મેટોડા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.