રાષ્ટ્રીય
બંગાળની ખાડીમાં બની રહ્યું છે ચક્રવાતી વાવાઝોડું, દરિયાકાંઠે ત્રાટકવાની શકયતા
બંગાળની ખાડીમાં 23 ઓક્ટોબર સુધીમાં ચક્રવાતી તોફાન થવાની સંભાવના છે. હવામાન વિભાગે રવિવારે કહ્યું કે, ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારો આ ચક્રવાતી તોફાનથી ત્રાટકી શકે છે. આ દરમિયાન ભારે પવન સાથે ભારે વરસાદની સંભાવના છે.
ગુજરાતમાં આજે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. તેમજ 22 અને 23 ઓક્ટોબરે નવસારી, તાપી, ડાંગ અને વલસાડમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
આઇએમડીએ એક વિશેષ બુલેટિન જારી કરીને કહ્યું છે કે આગામી 24 કલાક દરમિયાન અંદમાન સમુદ્રમાં ઊંચું ચક્રવાત સોમવાર સુધીમાં લો પ્રેશર વિસ્તારમાં ફેરવાઈ શકે છે.
આ હવામાન પ્રણાલી પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધીને 22 ઓક્ટોબરની સવાર સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જશે અને 23 ઓક્ટોબર સુધીમાં પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ જશે. ચક્રવાતી તોફાન બંગાળની ખાડીમાં ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને 24 ઓક્ટોબરની સવાર સુધીમાં ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે અથડાશે.
આઇએમડીના અધિકારીએ કહ્યું કે, આ હવામાન પ્રણાલી ગંભીર ચક્રવાતી તોફાનનું રૂૂપ લઈ શકે છે. દરિયાકાંઠાના કેટલાક સ્થળોએ 24-25 ઓક્ટોબરે 20 સેમી વરસાદ પડી શકે છે. વરસાદની તીવ્રતા 20 થી 30 સેમી અને અમુક જગ્યાએ 30 સેમીથી પણ વધુ હોઈ શકે છે. આઇએમડીએ ભૂસ્ખલનના સ્થાનો અને તીવ્રતા અંગે કોઈ આગાહી કરી નથી. પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આઇએમડીએ કહ્યું કે ચક્રવાતી તોફાનની અસરને કારણે 23 થી 25 ઓક્ટોબર સુધી ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. માછીમારોને 21 ઓક્ટોબર સુધીમાં દરિયાકાંઠેથી પાછા ફરવાની સલાહ આપવામાં આવી છે.
23 ઓક્ટોબરની સાંજથી ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે 50 થી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. 24 ઓક્ટોબરની રાતથી 25 ઓક્ટોબરની સવાર સુધી આ પવનો ધીમે ધીમે વધીને 100-110 કિમી પ્રતિ કલાક સુધી પહોંચશે અને 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચશે. ઈંખઉએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન દરિયાની સ્થિતિ અસામાન્ય રહેવાની શક્યતા છે.