ચોટીલામાં ઠાકોર સમાજના અગ્રણી પર થયેલા જીવલેણ હુમલા અંગે નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

આરોપી સામે કડક કાનૂની કાર્યવાહી કરવા અને ગુનામાં કલમો ઉમેરવા ઉગ્ર માંગ યાત્રાધામ ચોટીલામાં સમસ્ત ચુવાળીયા ઠાકોર સમાજ મફતિયાપરા ચોટીલા દ્વારા ચોટીલાના નાયબ કલેક્ટર ને…

આરોપી સામે કડક કાનૂની કાર્યવાહી કરવા અને ગુનામાં કલમો ઉમેરવા ઉગ્ર માંગ

યાત્રાધામ ચોટીલામાં સમસ્ત ચુવાળીયા ઠાકોર સમાજ મફતિયાપરા ચોટીલા દ્વારા ચોટીલાના નાયબ કલેક્ટર ને આવેદનપત્ર પાઠવીને સમાજના અગ્રણીઓ પર થયેલા જાનલેવા હુમલાના સંદર્ભે રજૂઆત અને ન્યાયની માંગણી કરવામાં આવી છે. સમાજના આગેવાનો એ પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ગત તારીખ 22-01-26ના રોજ ચોટીલા તાલુકાના ચુવાળીયા ઠાકોર સમાજના અગ્રણી હિંમતભાઈ સુરેલા તથા તેમના પુત્ર અજયભાઈ સુરેલા અને તેમના સાળા જશમીનભાઈ ચૌહાણ પર ચોટીલાના જ માથાભારે શખ્સ જીતેન્દ્રભાઈ (જીતેનભાઈ) ચૌહાણ દ્વારા જાનલેવા અને ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે રજૂઆત કરવામાં આવી છે.

આ હુમલા અંગે ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને ઇગજ (ભારતીય ન્યાય સંહિતા)ની કલમ 115 (2) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ, આવેદનપત્રમાં રજૂઆત કરાઈ છે કે જે પ્રકારે તીક્ષ્ણ હથિયારથી જીવલેણ હુમલો થયો છે અને અજયભાઈના હાથનો અંગૂઠો કપાઈ ગયો છે, તે જોતા આ હુમલાની ગંભીરતાને ધ્યાને લઈને આ કેસમાં BNS ની કલમ 109 (હત્યાનો પ્રયાસ) દાખલ કરવી અત્યંત જરૂૂરી છે.

ભયનો માહોલ અને સમાજની ચિંતા નો ઠાકોર સમાજ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપી અગાઉ પણ અન્ય ગુનાઓમાં સંડોવાયેલો છે અને તે ખૂબ જ ઝનુની તથા માથાભારે સ્વભાવ છે. તેની પત્ની નો પણ ઝનુની સ્વભાવ છે. જો આરોપીને જામીન મળશે તો તે ફરીથી હિંમતભાઈ સુરેલા તથા તેમના પરિવારના સભ્યો પર હુમલો કરે તેવી પૂરેપૂરી દહેશત વ્યક્ત કરી છે.સમાજના આગેવાનોએ જણાવ્યું કે અમારો સમાજ શૈક્ષણિક રીતે પછાત અને ભોળો છે તેમજ કાયદાનું પૂરતું જ્ઞાન ન હોવાને કારણે અવારનવાર આવા માથાભારે તત્વો દ્વારા સમાજના લોકો પર હુમલાઓ કરવામાં આવે છે.

ઉગ્ર કાનૂની કાર્યવાહીની માંગણી કરતા ચુવાળીયા ઠાકોર સમાજના અગ્રણીઓએ સમગ્ર સમાજ વતી નાયબ કલેક્ટરને નમ્ર અરજી કરવામાં આવી છે કે આરોપી જીતેનભાઈ ચૌહાણ સામે કડક અને દાખલારૂૂપ કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેમજ ગુનાની ગંભીરતાને આધારે કાયદેસરની કલમોનો ઉમેરો કરીને પીડિત પરિવારને ન્યાય અને સુરક્ષા પૂરી પાડવામાં આવે.