અમરેલીમાં પ્રેમમાં નાસીપાસ થયેલા કોલેજિયન યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ

  મુળ દાહોદનાં વતની અને હાલ અમરેલી માતા પિતા સાથે રહી ભાવનગરમાં બીસીએનો અભ્યાસ કરતાં કોલેજીયન યુવકને મધ્યપ્રદેશની પ્રેમિકાએ પ્રેમ સંબંધ ટૂંકાવી લેવાનું કહેતા પ્રેમ…

 

મુળ દાહોદનાં વતની અને હાલ અમરેલી માતા પિતા સાથે રહી ભાવનગરમાં બીસીએનો અભ્યાસ કરતાં કોલેજીયન યુવકને મધ્યપ્રદેશની પ્રેમિકાએ પ્રેમ સંબંધ ટૂંકાવી લેવાનું કહેતા પ્રેમ નાસીપાસ યુવાને જવલનશીલ પ્રવાહી પી લીધું હતું. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડાયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, અમરેલીમાં આવેલા મારૂતિનગરમાં રહેતાં હિંમત અરવિંદભાઈ સંગાડા નામનો 19 વર્ષનો યુવાન સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે જવલનશીલ પ્રવાહી પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક પુછપરછમાં હિંમત સંગાડા મુળ દાહોદનો વતની છે અને તેના માતા પિતા અમરેલીમાં મજુરી કામ કરે છે. હિંમત સંગાડા ભાવનગરમાં આવેલી મારૂતિ કોલેજમાં બીસીએના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. હિંમત સંગાડાને મધ્યપ્રદેશની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જે પ્રેમ સંબંધ ટૂંકાવી લેવાનું પ્રેમિકાએ કહેતા હિંમત સંગાડાએ જવલનશીલ પ્રવાહી પી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે અમરેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.