ત્રંબા ગામે લઘુશંકા કરતી વેળાએ સિટી બસના ચાલકને સાપ કરડ્યો

શહેરની ભાગોળે ભાવનગર હાઈ-વે પર આવેલા ત્રંબા ગામે સીટી બસનો ચાલક આશ્રમ નજીક લઘુશંકા કરવા ગયો હતો ત્યારે સાપ કરડી જતાં તેને ગંભીર હાલતમાં સારવાર…

શહેરની ભાગોળે ભાવનગર હાઈ-વે પર આવેલા ત્રંબા ગામે સીટી બસનો ચાલક આશ્રમ નજીક લઘુશંકા કરવા ગયો હતો ત્યારે સાપ કરડી જતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગત મુજબ, નવા રીંગ રોડ પર અટલ સરોવર પાસે સિટી બસ ચાર્જીગ સેન્ટરમાં રહેતો અને સીટી બસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો પ્રિન્સ રાજેશભાઈ મકવાણા (ઉ.26) નામનો યુવાન આજે પરસાણાનગરથી ત્રંબા ગામ રૂટ નં.32ની સીટી બસમાં ડ્રાઈવર તરીકે ફરજ પર હતો.

દરમિયાન ત્રંબા ગામે પહોંચતાં ત્યાં આવેલા મોહનદાસ આશ્રમ પાસે લઘુશંકા કરવા ગયો હતો ત્યારે લાકડામાંથી સાપ નિકડીને કરડી જતાં તેને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેને ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરી તબીબો દ્વારા સારવાર શરૂ કરવામાં આવી છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજી ડેમ પોલીસને જાણ કરી હતી.