સુરતમાં જાહેરમાં પિચકારી મારનાર સામે નોંધાશે ગુનો

જ્યારે ગુજરાતમાં મેડિકલ સ્ટોરો રાતે બંધ હોય છે, પરંતુ પાન ગલ્લા દિવસ-રાત ખુલ્લા રહે છે. ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન તો ચાલી રહ્યા છે, પરંતુ પાન પિચકારીઓને…

જ્યારે ગુજરાતમાં મેડિકલ સ્ટોરો રાતે બંધ હોય છે, પરંતુ પાન ગલ્લા દિવસ-રાત ખુલ્લા રહે છે. ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન તો ચાલી રહ્યા છે, પરંતુ પાન પિચકારીઓને દૂર કરવા માટે સરકાર દ્વારા કોઈ જાહેર સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી નથી ત્યારે સુરતમાં મોટી જાહેરાત કરવામાં આવી છે કે હવે સુરતમાં જાહેરમાં થૂકનારા લોકો પર પોલીસ એફઆઈઆર નોંધશે.

સુરત પોલીસ 2025થી આ નિર્ણય અમલમાં લાવશે. માર્ગ પ્રબંધન અને યાતાયાત નિયમોનું કડક અમલ કરાવવામાં આવશે. જો તમે એનું પાલન નહીં કરો, તો પોલીસના પગલાં માટે તૈયાર રહો. સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું છે કે હવેથી સુરતમાં જાહેરમાં થૂકનારા લોકો સામે પોલીસ FIR નોંધશે. શહેરના પોલીસ મહાનગરપાલિકાની સાથે સંકલન કરીને, સીસીટીવી કેમેરાની મદદથી ગંદકી ફેલાવનારાઓને શોધી, પોલીસ તેમના સામે કાર્યવાહી કરશે.

સાથે સાથે, સુરત શહેર પોલીસે 45 દિવસ પછી હેલમેટ માટે નિયમોને કડક રીતે અમલ કરવા પર વિચાર કરી રહી છે. વાહનચાલકોને 45 દિવસ પછી હેલમેટ પહેરવાનો અનુરોધ કરવામાં આવશે. સ્કૂલ-કોલેજો સહિતના સંસ્થાઓમાં હેલમેટ અંગે જાગૃતિ અભિયાન ચલાવાશે.