Site icon Gujarat Mirror

ગુરુ-શિષ્યના સંબંધને કલંકિત કરતો કિસ્સો, શિક્ષિકા પર દુષ્કર્મ ગુજારી ભૂતપૂર્વ વિદ્યાર્થી બીજે પરણી ગયો

લગ્નની લાલચ આપી વિદેશ સેટ થવાના બહાને ત્યક્તા પાસેથી છ લાખ પણ પડાવ્યા

શહરેમાં ગુરૂૂ અને શિષ્યને શર્મશાર કરતો કિસ્સો સામે આવ્યો છે. રૈયારોડ પર રહેતી ત્યકતા શિક્ષિકા પર તેની પાસે જ ભણેલા વિદ્યાર્થીએ લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરી રોકડ અને દાગીના મળી રૂૂ.6.34 લાખ ખંખેરી લીધા હતાં. બાદમાં આ શખસ અન્યત્ર પરણી જતા તે વાતની જાણ શિક્ષિકાને થતા તેણે ગાંધીગ્રામ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. આ ઘટનામાં ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઈ મેઘાણી અને સ્ટાફે આરોપીને પકડી લેવા અલગ અલગ ટીમો બનાવી છે.

વધુ વિગતો મુજબ,રૈયારોડ પર રહેતી 38 વર્ષીય ત્યકતા શિક્ષિકાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ધ્રુવલ પંકજ દેસાઈ (રહે. સંસ્કાર સીટી, મવડી) નું નામ આપ્યું છે. ફરીયાદીએ જણાવ્યું હતું કે, તે શહેરની એક સ્કૂલમાં શિક્ષિકા તરીકે વર્ષ 2012-13 માં નોકરી કરતાં હતા ત્યારે આરોપી ત્યાં વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતો હતો. જે દરમિયાન ફરીયાદી અને આરોપી ફેસબુક ફ્રેન્ડ બન્યાં હતાં. જે બાદ જૂન 2024 માં આરોપીએ ફેસબુક મારફતે ફરીયાદીનો સંપર્ક કરી વધુ પરિચય કેળવી એકબીજાના ફોન નંબરની આપ-લે કરી હતી. બાદમાં અવાર નવાર ફોનમાં તેમજ રૂૂબરૂૂ મળી વાતચીત કરતા હતાં. જે દરમિયાન બંને અલગ અલગ જગ્યાએ રૂૂબરૂૂ મળતા હોય ત્યારે આરોપીએ ફરીયાદી સાથે લગ્ન કરવાનું વચન આપી વિશ્વાસમાં લીધાં હતાં.

જે બાદ આરોપીએ ફરીયાદીને તેણીના ઘરે તેમજ શહેરના અલગ અલગ જગ્યાએ લઈ જઈ અવાર નવાર શરીર સંબંધ બાંધ્યો હતો. આરોપીએ ફરિયાદીને લગ્ન કરીને આપણે ઓસ્ટ્રેલિયા સેટ થઈ જશું તેવી વાતો કરી હતી. દરમિયાન ફરીયાદી પાસે રૂૂ.34 હજારના સોનાના દાગીના તેમજ રૂૂ.6 લાખ રોકડા તથા ઓનલાઇન મેળવી લીધાં હતાં. જે બાદમાં આરોપીએ ફરીયાદી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.એટલું જ નહીં ચારેક મહિના પહેલા આરોપીએ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતાં. જે અંગેની જાણ ત્યકતાને થતા આ શખસે તેનું યોન શોષણ કરી તેની સાથે છેતરપિંડી કરી હોવાનો અહેસાસ થતા અંતે તેણે આ ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ છેતરપીંડી કરી માત્ર શારીરિક સબંધ બાંધવાના ઈરાદે આ ખેલ કર્યો હોવાનું જાણવા મળતા શિક્ષિકાએ હિંમત સાથે ફરિયાદ નોંધાવી હતી.

Exit mobile version