ક્રાઇમ
નશાકારક સિરપ બનાવનાર રાજકોટના શખ્સ સામે ગુનો નોંધાયો
લોધીકાના ખાંભા ગામની સીમમાં આવેલ શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં એક ફેક્ટરી માંથી પકડાયેલ રૂૂ. 10 લાખના આયુર્વેદીકના નામે નશાકારક સીરપ ઝડપી લીધા બાદ લોધિકા પોલીસે દરોડો પાડી નશાકારક સીરપને એફએસએલ માટે મોકલ્યું હતું જેમાં નશાકારક દ્રવ્યો હોવાનો રીપોર્ટ આવતા નશાકારક સીરપ ઉત્પાદન કરતા રાજકોટ રહેતા ગોડાઉનના માલીક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી ખાંભા ગામની સીમમાં આવેલ એક ફેક્ટરીમાં આયુર્વેદીક સીરપના નામે નશાકારક બોટલનું ઉત્પાદન થતું હોવાની માહિતીને આધારે લોધિકા પોલીસે ગત તા 21/8/2023ના રોજ દરોડો પડ્યો હતો ફેક્ટરી માંથી નશાકારક આયુર્વેદીક સીરપની 6100 બોટલ તેમજ આયુર્વેદીકસીરપ બનાવવાનું રો મટીરીયલ્સ, સાધનો ખાલી બોટલ, પ્લાસ્ટીકના સ્ટીકર, ફોર્ડકંપનીનું મશીન, ઇલેકટ્રીક મોટર સહીત રૂૂ.10 લાખનો મુદામાલ કબ્જે કર્યોહતો.
આયુર્વેદીક સીરપની બોટલમાં નશા કારક દ્રવ્ય ભરી તેના પર કાલ મેઘાશ્વ અસવ અરીષ્ઠાએટલાસ આર્ટીફીશ્યલ ફુડ, લકસ એચચી રમના સ્ટીકર મારી બોટલ 300 રૂૂપિયાથી લઇને 550 રૂૂપીયામાં વેચાણ કરવામાં આવતું હતું.પોલીસે આ નશાકારક સીરપના નમુના પૃથ્થકરણ માટે એફએસએલમાં મોકલી આપ્યા હતા.જેમાં આયુર્વેદીકના નામે નશાકારક સીરપ બનાવવામાં આવતું હોવાનું રીપોર્ટમાં આવ્યા બાદ લોધિકા પોલીસે ખાંભા ગામની સીમમાં આવેલ શ્રીનાથજી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં નશાકારક સીરપનું ઉત્પાદન કરતા રાજકોટના લાખના બંગલા પાસે કષ્ટભંજન મેઈન રોડ ઉપર રહેતા ફેક્ટરીના માલીક મનીષ ગીરીશભાઇ પાંવ (ઉ.25) સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સૂચના થી લોધીકા પીએસઆઇ કે.વી. પરમારઅને તેમની ટીમે કામગીરી કરી હતી.