Site icon Gujarat Mirror

ધ્રોલના ત્રિકોણ બાગ પાસે કારમાં આગ લાગી, ફાયરની ટીમે કાબૂ મેળવ્યો

ધ્રોલના ત્રિકોણ બાગે ગત રાત્રિના લગભગ ત્રણ વાગ્યાની આસપાસ કારમાં અચાનક આગ લાગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. કારમાં તે સમયે ચાર લોકો સવાર હતા. સદનસીબે તમામ લોકો સહીસલામત રીતે સમયસર બહાર નીકળી જતા જાનહાની ટળી હતી. માહિતી અનુસાર, કારમાં સવાર તમામ ચારેય લોકો જામનગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

આગ લાગવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત થઈ રહી છે. આગ લાગતાની સાથે જ આસપાસના લોકોએ તાત્કાલિક મદદ કરી હતી. તેમજ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ બનાવને કારણે થોડા સમય માટે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ કારમાં સવાર મુસાફરોના જીવ બચી જતા રાહત અનુભવાઈ હતી.

Exit mobile version