દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયની સૂચના મુજબ એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં શનિવારે એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એલ.સી.બી.ના એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયા, જયદેવસિંહ જાડેજા, પરેશભાઈ સાંજવા અને મનહરસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડના બરડા ડુંગર વિસ્તારમાં ધામણીનેશ પાસેના તળાવ નજીક ધમધમતી દેશી દારૂૂની ભઠ્ઠી પર દરોડો પાડવામાં આવ્યો હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં સ્થાનિક પી.આઈ. કે.બી. રાજવી તેમજ પી.એસ.આઈ. પી.જે. ખાંટની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રોહી. કોમ્બિંગ અંગેની કાર્યવાહીમાં રવિવારે સર્વેલન્સ સ્ટાફને મળેલી ચોક્કસ બાતમીના આધારે બરડા ડુંગરમાં આવેલા ઢેઢીયા નેસ નજીકથી ઝરના કાંઠે દેશી દારૂૂની ગાળવાની ભઠ્ઠી પોલીસે કબજે કરી હતી.
આ કાર્યવાહીમાં ભાણવડની ધ્રામણીનેસ વિસ્તારમાં રહેતો બોઘા જગાભાઈ કોડીયાતર નામના શખ્સ દ્વારા દારૂૂની આ ભઠ્ઠી ચલાવવામાં આવતી હોવાનું ખુલવા પામ્યું હતું. આ પ્રકરણમાં પોલીસે રૂૂપિયા 40 હજારની કિંમતનો દેશી દારૂૂનો 1600 લિટર આથો કબજે કરી, ફરાર થઈ ગયેલા ઉપરોક્ત આરોપી સામે ધોરણસર ગુનો નોંધ્યો હતો.
આ સ્થળેથી પોલીસે દેશી દારૂૂ અંગેનો રૂૂ. 35,000 ની કિંમતનો વિવિધ પ્રકારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂૂની આ ભઠ્ઠી પ્રકરણમાં ધામણીનેશ વિસ્તારમાં રહેતો ગોગન વિશાભાઈ રબારી નામના શખ્સની સંડોવણી ખુલતા પોલીસે તેને હાલ ફરાર જાહેર કરી, આ અંગે ભાણવડ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી પી.આઈ. ગોહિલ, પી.એસ.આઈ. એ.એલ. બારસીયા, બી.એમ. દેવમુરારી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

