ગુજરાત
કોઠારિયા રોડ ઉપર બાઇક અકસ્માતમાં વેપારીનું મોત
દુકાન વધાવી ઘરે જતા યુવકનું બાઇક સ્લિપ થયું કે હિટ એન્ડ રન?: પોલીસ તપાસ જારી
શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ છાશ વારે જીવલેણ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં કોઠારીયા રોડ પર ફ્લોરન્સ પાર્ટી પ્લોટ નજીક વાહન અકસ્માતમાં કરીયાણાના વેપારી યુવાનનું ગંભીર ઇજા થવાથી મૃત્યુ થયું છે. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કોઠારીયા રોડ નંદા હોલ નજીક મારતીનગર-1માં કુળદેવી કૃપા ખાતે રહેતાં દિલીપભાઇ ધીરૂૂભાઈ રોકડ નામનો 43 વર્ષનો યુવાન રાતે બાઈક લઈને કોઠારીયા રોડ પરથી પસાર થઈ રહ્યા હતાં. ત્યારે ફ્લોરેન્સ પાર્ટી પ્લોટ નજીક એકસ્માત સર્જાતા ગંભીર ઈજા થઈ હતી. બનાવને પગલે લોકો એકઠા થઈ જતાં કોઈએ 108 બોલાવતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં કરૂૂણ કલ્પાંત સર્જાયો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના રામશીભાઈ વરૂૂ, કેતનભાઈ નિકોલા, તોફિક્ભાઈ જુણાય, ભાવેશભાઈ મક્વાણા અને ધર્મેન્દ્રભાઇ હુદડે આજીડેમ પોલીસને જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ હરપાલભાઈ સોલંકી અને પ્રશાંતભાઈ સહિતનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો.
પોલીસે જરૂૂરી કાર્યવાહી કરી હતી. વધુ માહિતી મુજબ મૃત્યુ પામનાર દિલીપભાઈ રોક્ડ કનૈયા ચોક નજીક ધનલક્ષ્મી કરીયાણા નામની દુકાન ચલાવતાં હતાં. રાતે દુકાન વધાવી બાઇક પર ઘરે જઈ રહ્યા હતાં ત્યારે રસ્તામાં અકસ્માત નડયો હતો જે જીવલેણ નીવડ્યો હતો મૃતક યુવાન બે ભાઈ અને એક બહેનમાં નાના અને અપરિણીત હતાં. અકસ્માત સર્જાયો ત્યારે કોઈ રાહદારીએ દિલીપભાઈના ફોનમાંથી તેમના સગાને જાણ કરતાં તેઓ પણ હોસ્પિટલે પહોંચ્યા હતાં. બાઈક સ્લીપ થઇ જતાં બનાવ બન્યો કોઈ કોઈ વાહનની ઠોકરે ચડી ગયા? તે જાણવા આજીડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.