ગુજરાત
સમરસ હોસ્ટેલ પાસેથી વિદેશી દારૂ ભરેલો છકડો ઝડપાયો
જામનગર શહેરમાં દારૂૂબંધીના કાયદાનો ઉલ્લંઘન કરતા બે શખ્સોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા છે. પંચકોષી એ ડિવીઝન પોલીસ સ્ટેશનની ટીમે સમરસ હોસ્ટેલ સામેના જાહેર રોડ પરથી એક છકડો રિક્ષામાં ભરેલો વિદેશી દારૂૂનો મોટો જથ્થો કબજે કર્યો હતો. આરોપીઓ પાસેથી 144 બોટલ વિદેશી દારૂૂ અને એક છકડો રિક્ષા મળી કુલ 1,22,000 રૂૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં જતીનભાઇ કાન્તીભાઇ પીપરીયા અને વિજય ઉર્ફે કાળુ હિતેષભાઇ પારેજીયાનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ દારૂૂનો જથ્થો જયેશ ચોવટીયા નામના શખ્સે પૂરો પાડ્યો હતો.
જયેશ ચોવટીયા હાલ ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસખુ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં દારૂૂ અને જુગારની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ જ ઝુંબેશ અંતર્ગત પંચકોષી એ ડિવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે આ કાર્યવાહી કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપીઓ પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસ આ દારૂૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો તે અંગે વધુ તપાસ કરી રહી છે. આ સાથે જ, પોલીસ આરોપીઓના પૂર્વવર્તી રેકોર્ડની પણ તપાસ કરી રહી છે.