રાષ્ટ્રીય

ભારત સામે બાંગ્લાદેશમાં ઘડાઈ રહ્યું છે મોટું ષડયંત્ર, એજન્સીઓ એલર્ટ

Published

on

જમાત-ઉલ મુઝાહિદીનની પ્રવૃત્તિ સામે સાવધાની રાખવા ઉત્તરના રાજ્યોને સાવધ કરાયા


કેન્દ્ર સરકાર અને વિવિધ કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓએ જમાત-ઉલ મુઝાહિદ્દીન બાંગ્લાદેશ (ઉંખઇ) અને તેના સહયોગી સંગઠનોની ગતિવિધિઓને લઈ પૂર્વોત્તર રાજ્યોને સાવધાન કરવામાં આવ્યા છે.ટોચના પોલીસ અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે કેન્દ્રના આદેશ બાદ તમામ કેન્દ્રીય તથા રાજ્ય ગુપ્તચર એજન્સીઓને સરહદી વિસ્તાર તથા સંવેદનશીલ વિસ્તારોમાં એલર્ટ કરવામાં આવી છે.


એક અધિકારીએ જણાવ્યું હતુ કે પૂર્વોત્તરના સાત રાજ્યોમાં બાંગ્લાદેશ સ્થિત આતંકવાદી સંગઠન હમેશા ભૂ-રાજકીય તથા જનસંખ્યા સંબંધિત કારણોથી પોતાના આધારને વધારવા માટે આસામ અને ત્રિપુરાના લક્ષ્યાંક બનાવે છે. જોકે, આ સમૂહ પોતાની યોજનામાં ક્યારેય સફળ થઈ શક્યા નથી. કારણ કે સાવધાન એજન્સીઓએ શરૂૂઆતી તબક્કામાં જ તેમની યોજનાઓને નિષ્ફળ બનાવી દીધેલી છે.


આસામ પોલીસે ગયા વર્ષે બાંગ્લાદેશી આતંકવાદી મોડ્યુલ અંસારુલ્લા બાંગ્લા ટીમ (એબીટી) અને અલ-કાયદા ઈન ઈન્ડિયન સબકોન્ટિનેન્ટ (એક્યુઆઈએસ) સાથે કથિત રીતે સંબંધ હોવા બદલ અનેક શંકાસ્પદ કાર્યકરોની ધરપકડ કરી હતી. આ કાર્યકરોની આસામના વિવિધ જિલ્લાઓ અને સરહદી વિસ્તારોમાંથી ધરપકડ કરવામાં આવી હતી.


અધિકારીના જણાવ્યા અનુસાર અટકાયતમાં લેવાયેલા લોકો સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો, ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, પાસપોર્ટ એક્ટ 1920 અને ફોરેનર્સ એક્ટ 1946 હેઠળ કેસ નોંધવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version