ગુજરાત
રાજસ્થાનથી પરત ફરેલા યાત્રીનું રૂ.27,000 રોકડ સાથેનું બેગ પરત અપાવ્યું
જામનગર શહેરમાં રહેતા સ્મિત કિશોરભાઈ મેહતાને થયેલો એક અકસ્માત ગણતરીની કલાકોમાં પોલીસની સફળતાને કારણે સુખદ અંત આવ્યો છે. સ્મિતભાઈ રાજસ્થાનના જૈન મંદિરોના તીર્થથી પરત ફરી જામનગર પહોંચ્યા હતા. વિકાસ રોડ પરથી રીક્ષામાં બેસીને કલ્યાણજી ચોકે ઉતર્યા બાદ તેમને યાદ આવ્યું કે તેમનું બેગ રીક્ષામાં ભૂલી ગયા છે. આ બેગમાં રોકડ રૂૂપિયા 27,000/- સહિત જાત્રામાં ગયેલ 50 માણસોના હિસાબની બુક અને જરૂૂરી ડોક્યુમેન્ટ હતા.
આ ઘટના બાદ સ્મિતભાઈએ તાત્કાલિક જામનગર પોલીસના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂૂમનો સંપર્ક કર્યો.પો.સબ.ઇન્સ પી.પી.જાડેજાના માર્ગદર્શન મુજબ એ.એસ.આઇ પી.એ.ખાણધર, લીલાબેન કેશાભાઇ મકવાણ, દિવ્યાબેન વાઢેર, સહિતના અધિકારી/કર્મચારી દ્વારા પોલીસ સ્ટાફે તુરંત જ કામગીરી શરૂૂ કરી અને સીસીટીવી ફૂટેજની મદદથી સ્મિતભાઈ જે રીક્ષામાં બેસીને ગયા હતા તે રીક્ષા નંબર જી.જે -10-ટી ડબલ્યું -2760 શોધી કાઢ્યું (આઈટીએમએસ) સોફ્ટવેરની મદદથી રીક્ષાના માલિકનો સંપર્ક કરીને તેમના પાસેથી સ્મિતભાઈનું બેગ મેળવી લીધું. ગણતરીની કલાકોમાં પોલીસે સ્મિતભાઈને તેમનું ગુમાવેલું બેગ પરત કરી દીધું હતુ.આ ઘટનાએ નાગરિકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધાર્યો છે અને પોલીસની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે.