9 મહિનાના માસૂમને તાવ ભરખી ગયો

કોઠારિયા સોલવન્ટમાં પરપ્રાંતીય પરિવારમાં ગમગીની ચોમાસાના આગમન પૂર્વે ભર તડકામાં રોગચાળાએ માથુ ઉચકયુ હોય તેમ તાવ, ડેન્ગ્યુ, મેલેરીયાના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે નવ…

કોઠારિયા સોલવન્ટમાં પરપ્રાંતીય પરિવારમાં ગમગીની

ચોમાસાના આગમન પૂર્વે ભર તડકામાં રોગચાળાએ માથુ ઉચકયુ હોય તેમ તાવ, ડેન્ગ્યુ, મેલેરીયાના કેસો સામે આવી રહ્યા છે. ત્યારે નવ મહિનાના માસુમ બાળકને તાવ ભરખી જતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી છે. કોઠારિયા સોલવન્ટમાં રહેતા પરપ્રાંતિય પરિવારના માસુમ બાળકને તાવ આવ્યા બાદ તેનુ મોત નીપજ્યુ હતું.

જાણવા મળતી વિગત મુજબ કોઠારિયા સોલવન્ટમાં સોમનાથ વેબ્રિજ પાસે રહેતા રાજેશ કુમાર ચૌધરીના નવ મહિનાના પુત્ર ચિરાગને ગઇકાલે રાત્રે તાવ આવતા બેભાન થઇ ગયો હતો. જેથી તેને સારવાર માટે ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયા તેનુ સારવાર દરમ્યાન આજે સવારે મોત નીપજ્યુ હતું. આ અગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક ચિરાગ બે બહેનનો એકનો એક ભાઇ હતો. તેના પિતા કારખાનામાં કામ કરે છે. માસુમ પુત્રના મોતથી પરપ્રાંતિય પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.