Site icon Gujarat Mirror

સામખિયાળીમાં બેભાન હાલતમાં ઢળી પડેલા 16 વર્ષના સગીરે દમ તોડયો

સામખયાળીમા રહેતો 16 વર્ષનો સગીર બે દીવસ પુર્વે ચાલી જઇ રહયો હતો ત્યારે બેભાન હાલતમા ઢળી પઢયો હતો. સગીરને તાત્કાલીક રાજકોટ ખસેડાયો હતો જયા તેનુ મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે. સગીરનાં મોત પાછળનુ કારણ જાણવા પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.

ભચાઉનાં સામખયાળી ગામે રહેતો અનીલ નવઘણભાઇ કોળી નામનો 16 વર્ષનો સગીર 3 દીવસ પુર્વે સવારનાં આઠેક વાગ્યાનાં અરસાામા સામખયાળીમા આવેલા જંગી રોડ પર ક્ધયા શાળા પાસેથી પસાર થઇ રહયો હતો ત્યારે બેભાન હાલતમા ઢળી પડયો હતો. સગીરને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો જયા તેનુ મોત પીજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. પોસ્ટ મોર્ટમ રીપોટ આવ્યા બાદ સગીરનાં મોતનુ કારણ જાણવા મળશે તેવુ પોલીસ સુત્રોમાથી જાણવા મળ્યુ છે.

આ ઉપરાંત બીજા બનાવમા આવેલા ભગવતપરા વિસ્તારમા રહેતા કીશન જયંતીભાઇ ચૌહાણ (ઉ. વ. ર9 ) એ કોઇ અગમ્ય કારણસર ગોંડલમા કંટોલીયા રોડ પર જકાત નાકા પાસે ફીનાઇલ પી લીધુ હતુ. યુવકને ઝેરી અસર તથા સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version