ગુજરાત
હળવદના ટીકર ગામે 13 વર્ષના તરુણનું તાવની બીમારીથી મોત
મુળીના સડલામાં શ્રમિક યુવતીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
હળવદના ટીકર ગામે રહેતા પરિવારના 13 વર્ષના તરુણનું તાવની બીમારી સબબ મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં સામા કાંઠા વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગરમાં રહેતો પરિવાર ટીકર ગામે મજૂરી અર્થે ગયો હતો. જ્યાં અલાઉદ્દીન ઉમરભાઈ પારેડી નામનો 13 વર્ષનો તરુણ પાંચ દિવસ પહેલા ટીકર ગામની સીમમાં મિત્રો સાથે તલાવડીમાં ન્હાવા પડ્યો હતો ત્યારે તેને ઇજા પહોંચી હતી.
તરુણને ટીકર અને મોરબી બાદ રાજકોટ સારવારમાં ખસેડાયો હતો. જ્યાં તરુણનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં અલાઉદ્દીન પારેડીને બે ત્રણ દિવસથી તાવ આવતો હતો અને તાવની બીમારી સબબ મોત નીપજ્યું હોવાનું પરિવારે જણાવ્યું છે.આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં મુળી તાલુકાના સડલા ગામે રહેતી દિયાબેન રવિદાસ તડવી નામની 20 વર્ષની યુવતી દીલાભાઇની વાડીએ હતી. ત્યારે કોઈ અગમ્ય કારણસર ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર શ્રમિક યુવતીને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.