ટંકારાના ભુંદડા ગામે પ્રેમી સાથે ભાગેલી 12 વર્ષની તરૂણીએ પરત ફરી ઝેરના પારખા કર્યા

મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારાના ભૂંદડા ગામે ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારની 12 વર્ષની તરૂણી એકાદ માસ પૂર્વે પ્રેમી સાથે ભાગી ગઇ હતી. ચાર…

મુળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારાના ભૂંદડા ગામે ખેત મજૂરી કરતા શ્રમિક પરિવારની 12 વર્ષની તરૂણી એકાદ માસ પૂર્વે પ્રેમી સાથે ભાગી ગઇ હતી. ચાર દિવસ પૂર્વે જ પરત ફરેલી તરૂણીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તરૂણીને ઝેરી અસર થતા સારવાર માટે ખસેડવામાં આવી હતી.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ ટંકારાના ભૂંદડા ગામે રહેતા શ્રમિક પરિવારની 12 વર્ષની તરૂણી વાડી વિસ્તારમાં હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર તરૂણીને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પ્રાથમિક પૂછપરછમાં આપઘાતનો પ્રયાસ કરનાર તરૂણી મુળ મધ્યપ્રદેશની વતની છે. તરૂણી એકાદ માસ પૂર્વે ભૂંદડા ગામના યુવક સાથે ભાગી ગઇ હતી. જે અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઇ હતી. ચાર દિવસ પૂર્વે જ પરત ફરેલી તરૂણીએ ઝેરના પારખા કર્યા હોવાનું જાણવા મળ્યુ છે.

આ ઉપરાંત બીજા બનાવમાં મુળ સાયલાની વતની અને હાલ મોરબીમાં આવેલ નવજીવન વિદ્યાલયમાં ધો.3માં અભ્યાસ કરતી રાજલબેન રાજાભાઇ ઝાપડીયા નામની 9 વર્ષની બાળકી રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામા નવજીવન વિદ્યાલયની હોસ્ટેલમાં હતી ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલીક મોરબી ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરોકત બનાવ બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.