Site icon Gujarat Mirror

નવાગામમાં ફટાકડા ફોડતી વખતે 1ર વર્ષનો તરુણ દાયો

 

શહેરની ભાગોળે આવેલા નવાગામમાં રહેતો 12 વર્ષનો તરુણ ફટાકડા ફોડતો હતો ત્યારે અકસ્માતે દાઝી જતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ નવાગામમાં આવેલ રંગીલા રામદેવ પાર્કમાં રહેતો અને ધો.7માં અભ્યાસ કરતો પારસ જગાભાઈ ખોડાણી નામનો 12 વર્ષનો તરુણ સાંજના પાંચ વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે ફટાકડા ફોડતો હતો ત્યારે અકસ્માતે મોઢાના ભાગે દાઝી જતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ ઉપરાંત બીજા બનાવમાં જીવનનગરમાં રહેતા સની સુરેશભાઈ નામના 29 વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણસર પોતાની જાત જલાવી લીધી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા યુવાનને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version