ગુજરાત

90 વર્ષના ભાભાએ વિકૃતિની હદ વટાવી, 3વર્ષની બાળકીના ગુપ્તાંગ પર હાથ ફેરવ્યો

Published

on

બાળકીએ રાડારાડી કરતા પરિવારજનો દોડયા, આરોપીને સકંજામાં લીધો

રેલનગરની ઘટના, પોકસોની કલમ હેઠળ કાર્યવાહી

સોશિયલ મીડિયાએ જ્યારથી દુનિયામાં પગ પેશારો કર્યો છે ત્યારથી માણસના મગજમાં વિકૃતિઓ પેદા થવા લાગી છે.આપણે જોઈ તો ઘણી વાર મોબાઈલમાં પોર્ન વિડીયો અથવા અન્ય વિકૃત વિડીયો જોઈ લોકોના અંદરનો શૈતાન જાગે છે અને તેને ખરાબ કામ કરવા પ્રેરે છે.

આ ઘટનામાં ભવિષ્યમાં શુ થશે તેની કોઈ પરવાહ કર્યા વગર આવા વિકૃત લોકો ગુનાને અંજામ આપે છે અને પછી જેલમાં જઇ માથે હાથ મૂકી અફસોસ કરે છે.ત્યારે આવી જ એક ઘટના રાજકોટ શહેરમાં બની છે.રેલનગર વિસ્તારમાં ત્રણ વર્ષની માસૂમ બાળકી સાથે પાડોશમાં રહેતાં 90 વર્ષના વિકૃત વૃધે શરીરે અડપલાં કર્યા બાદ તેના ગુપ્તાંગમાં હાથ ફેરવતા ચકચાર મચી ગઇ હતી.જો કે,બનાવ અંગે જાણ થતાં પ્ર. નગર પોલીસ મથકના પીઆઈ ભાર્ગવસિંહ ઝણકાંટ અને રાઇટર મનસુરશા સહિતના સ્ટાફે બનાવની ગંભીરતા ધ્યાને રાખી પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.વધુ મળતી વિગતો પ્રમાણે,રેલનગર વિસ્તારમાં રહેતી મહિલાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે નવલશંકર કલ્યાણજી દેસાઈ (ઉ.વ.90) (રહે. રેલનગર) નું નામ આપતાં પ્ર. નગર પોલીસે બીએનએસ એક્ટ 75 અને પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.પોલીસમાંથી જાણવા મળ્યું હતું કે,ફરિયાદી અને તેનો પરીવાર રેલનગર વિસ્તારમાં રહે છે.

તેમને સંતાનમાં ત્રણ વર્ષની દિકરી છે.તેમની ત્રણ વર્ષની દિકરી ગઈકાલે સાંજના પોતાના ઘર સામે શેરીમાં રમતી હતી ત્યારે ત્યાં પાડોશમાં જ રહેતો વિકૃત નવલશંકર દેસાઈ અચાનક ધસી આવ્યો હતો અને બાળકીને ફોસલાવી તેના શરીરે અડપલાં કરવા લાગ્યો હતો.વૃદ્ધે હવસની તમામ હદ વટાવી ફૂલ જેવી દીકરીના ગુપ્તાંગમાં હાથ ફેરવ્યો હતો અને તે સમયે પીડાથી બાળકીએ રાડા રાડી કરતાં તેની માતા સહિતના પરિવારજનો દોડી આવ્યાં હતાં.બાળકીનો રડવાનો અવાજ સાંભળતા જ છોડાવી પરિવારજનો તુરંત પોલીસ મથકે પહોંચ્યા હતાં.બનાવ અંગે પ્ર.નગર પોલીસે ગુનો નોંધી પીઆઈ ભાર્ગવસિંહ ઝણકાટની રાહબરીમાં ટીમે વિકૃત વૃદ્ધ આરોપીની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version