વોર્ડ નં.7 અને 13ના 90 હજાર લોકોને કાલે પાણી નહીં મળે

રાજકોટ મહાપાલિકાની પાણી વિતરણ વ્યવસ્થાને ગમે તેવી આધુનિક બનાવવામા આવે તો પણ પાણીકાપનો સીલસીલો અટકતો નથી. એક યા બીજા કારણોસર પાણીકાપ ઝિંકવાના સીલસીલામાં આવતીકાલે શુક્રવારે…

રાજકોટ મહાપાલિકાની પાણી વિતરણ વ્યવસ્થાને ગમે તેવી આધુનિક બનાવવામા આવે તો પણ પાણીકાપનો સીલસીલો અટકતો નથી. એક યા બીજા કારણોસર પાણીકાપ ઝિંકવાના સીલસીલામાં આવતીકાલે શુક્રવારે ગુરુકુળ હેડવકર્સથી નીકળતી મેઇન પાઇપલાઇનનુ રિપેરિંગ કરવાનું કારણ આપીને વોર્ડ નં.7 અને 13માં કાલે પાણીકાપ મુકવામા આવ્યો છે. આ બન્ને વોર્ડના 90 હજારથી વધુ લોકોને તેના હકકનું પાણી મનપા નહીં આપે.

રાજકોટ મહાનગરપાલિકાની સતાવાર યાદી મુજબ ન્ટ્રલ ઝોનના વોર્ડ નં.7(પાર્ટ), 13(પાર્ટ)માં આગામી તા.12ને શુક્રવારના રોજ સીવીલ વિભાગ દ્વારા 500 એમ.એમ. એમ.એસ. ડાયાની મેઈન પાઈપલાઈન રીપેરીંગ કરવાનું આયોજન કરવામાં આવેલ છે. ગુરુકુળ હેડવર્કસથી આ મેઈન પાઈપલાઈન બંધ રાખવાની થતી હોય, આ હેડવર્કસ હેઠળ આવતા વિસ્તારો વોર્ડ નં.7(પાર્ટ), 13(પાર્ટ)માં તા.12ને શુક્રવારના રોજ પાણી વિતરણ બંધ રહેશે.

નોંધનીય છે કે, ઉક્ત વોર્ડના જે વિસ્તારમાં પાણીકાપ મુકવામા આવ્યો છે ત્યા 90 હજારથી વધુની વસતી છે. આ તમામ નગરજનોને તેના હકનું પાણી આવતીકાલે મનપા નહીં આપે.

આટલી સોસાયટી-વિસ્તારને પાણી નહીં મળે
જુની તથા નવી પપૈયાવાડી, પંચશીલ સોસા. (પાર્ટ), રાધાક્રિશ્ન સોસા.(પાર્ટ), ગુણાતીતનગર, જે. ડી. પાઠક પ્લોટ, ટપુભવાન પ્લોટ, અંબાજી કડવા પ્લોટ, લોધેશ્વર, માલવિયા નગર, વિનય સોસા., શિવનગર, સ્વાશ્રય સોસા., રામનગર, વેદવાડી, ડાલીબાઇ આવાસ યોજના, કૃષ્ણનગર, નવલનગર, ભોલેનાથ સોસા., ગુરુપ્રસાદ સોસા., ત્રિવેણી નગર, કૈલાશનગર વીગેરે.