મોરબીના મહેન્દ્રનગર પાસે બાઇક અકસ્માતમાં પિતાની નજર સામે જ 9 વર્ષની પુત્રીનું મોત

મહેન્દ્રનગર ચોકડીથી હળવદ જતા રોડ પર બાઈક સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બાઈક સવાર પિતા અને પુત્રી પડી જતા 9 વર્ષની પુત્રીનું…

મહેન્દ્રનગર ચોકડીથી હળવદ જતા રોડ પર બાઈક સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં બાઈક સવાર પિતા અને પુત્રી પડી જતા 9 વર્ષની પુત્રીનું પિતાની નજર સામે મોત થયું હતું અને પિતાને ઈજા પહોંચી હતી પોલીસે બનાવની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.

મોરબીના મહેન્દ્રનગર ગામે દેવ પાર્ક સોસાયટીમાં રહેતા કાર્તિકભાઈ જયંતીભાઈ જલાલજી (ઉ.વ.47) વાળાએ બાઈક જીજે 36 એએમ 7342 ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 30 ના રોજ રાત્રીના ફરિયાદી કાર્તિકભાઈ અને તેની 9 વર્ષની દીકરી દીવ્જા બંને બાઈક જીજે 01 ઈએલ 2522 લઈને મહેન્દ્રનગર ચોકડી ગયા હતા અને બાદમાં પરત ઘરે જતા હોય ત્યારે ઇન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ સામે મહેન્દ્રનગર હળવદ રોડ પર આરોપી બાઈક ચાલકે પુરઝડપે બાઈક ચલાવી પાછળથી ઠોકર મારી હતી.

જેથી બાઈક સવાર ફરિયાદી કાર્તિકભાઈ અને પુત્રી દીવ્જા બંને નીચે પડી જતા દીકરી દીવ્જાને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું અને ફરિયાદી કાર્તિકભાઈને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી મોરબી બી ડીવીઝન પોલીસે બાઈક ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રક પાછળ ટ્રક અથડાયો
રાજસ્થાનના વતની મદનસિંહ રતનસિંહ રાવત (ઉ.વ.31) વાળાએ ઈસ્માઈલ હાસમ સુમરા રહે ડુમરા ગામ કચ્છ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. 01 ના રાત્રીના બારેક વાગ્યે ફરિયાદી પોતાનું ટ્રક ટ્રેઇલર જીજે 12 બીડબલ્યુ 6617 લઈને મીઠું ભરીને ખાલી કવા જતા હતા સાથે ક્લીનર હતો રાત્રીના કંડલા મોરબી નેશનલ હાઈવે પર દેવ સોલ્ટ મીઠાના કારખાના પાસે પહોંચતા ટ્રકનું ટાયર ફાટવાનો અવાજ આવતા ટ્રક રોકી જોવા નીચે ઉતર્યા હતા પાર્કિંગ લાઈટ ચાલુ રાખી ટ્રક ટાયર ચેક કરતા હતા ત્યારે પાછળથી કોઈ વાહન અથડાવવાનો અવાજ આવ્યો હતો જેથી જોતા બલકર જીજે 12 બીવાય 9666 પાછળ અથડાયું હતું અને ડ્રાઈવર કેબીનમાં ફસાયો હતો જે ચાલક ઈસ્માઈલ હાસમ સુમરા (ઉ.વ.32) જાણવા મળ્યું હતું જેને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું.