પરીક્ષાની કામગીરી માટે 1800થી વધુ સુપરવાઇઝરને જવાબદારી સોંપાઇ
રાજ્યભરના ડીડીઓને આજે ગાંધીનગરમાં મહત્વની મીટિંગ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ લેવાનારી બોર્ડની પરિક્ષાનું કાઉન ડાઉન શરૂૂ થઇ ગયું છે. આ વર્ષે તા.ર6 ફેબ્રુઆરીથી ધો. 10 અને ધો. 12ની પરીક્ષા શરૂૂ થવા જઈ રહી છે ત્યારે રાજકોટ જિલ્લામાં ધો.10 અને ધો.12 બોર્ડની પરીક્ષાની વિગતો સાથેનો એકશન પ્લાન જાહેર કરવામાં આવ્યો હતો. બોર્ડની પરિક્ષામાં કુલ 80248 પરીક્ષાર્થી નોંધાયા હોય જેમાં ધો.10માં 46657 જયારે ધો.12 સામાન્ય પ્રવાહમાં 25957 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 7934 પરીક્ષાર્થી નોંધાયા છે.
આ પરીક્ષાની કામગીરીમાં 1800 થી વધુ સુપરવાઇઝર તેમજ જિલ્લા વહીવટી તંત્રના 200 કર્મચારીઓ અને અન્ય વર્ગ 4ના કર્મચારી ફરજ બજાવશે. બોર્ડની પરિક્ષાને લઇને તૈયારીઓ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે. આ તૈયારીની માહિતીને લઇને તેની સમીક્ષા કરવા માટે આજે ગાંધીનગર ખાતે રાજ્યભરના જિલ્લા શિક્ષણ અધિકારીઓની મીટીંગ મળી છે. જેમાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા સાથે પરિક્ષા બોર્ડના ચેરમેન સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.ધો. 10 અને ધો. 12ની પરીક્ષા સંદર્ભે રાજકોટની જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ જણાવ્યું હતુ કે તમામ જિલ્લાના ઝોનલ ઓફિસરોની ગાંધીનગર ખાતે મીટીંગમાં પરીક્ષાની કામગીરી સંબંધી સમીક્ષાત્મક બેઠક બાદ તમામ ઝોનલ ઓફિસરોને પરીક્ષાને લગતુ સાહિત્ય આપવામાં આવશે.
આગમી તા. 12 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના તમામ જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ વિભાગના વડા અને સંબંધિત અધિકારીઓ સાથે રાજ્યના શિક્ષણ મંત્રી શિક્ષણ સચિવની વીડિયો કોન્ફરન્સ યોજાશે. જેમાં પરીક્ષાલક્ષી સૂચનાઓ આપવામાં આવશે. રાજકોટ જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ મળશે જેમાં પરીક્ષાના એકશન પ્લાન ઉપરાંત પોલીસ બંદોબસ્ત, જરૂૂરી જાહેરનામા પરીક્ષાર્થીઓ માટે બસ વ્યવસ્થા સહીતની બાબતો ઉપર ચર્ચા કરી આખરી ઓપ આપવામાં આવશે. પરીક્ષાર્થીઓને કોઈપણ અવ્યવસ્થા ન પડે તે સહિતની બાબતોને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી.
ધો.10ના સેન્ટ્રલ ઝોન ચૌધરી હાઈસ્કૂલ ખાતે 14મીએ પ્રશ્નપેપરો આવી જશે
રાજકોટ સેન્ટ્રલ ઝોનથી સમગ્ર સૌરાષ્ટ્રમાં ધો. 10ના પ્રશ્નપેપરો પહોંચાડવા માટેની વ્યવસ્થા માટે ધો.10નો સેન્ટ્રલ ઝોન આ વર્ષે પણ રાજકોટની ચૌધરી હાઈસ્કૂલ નક્કી કરવામાં આવી છે. રાજકોટમાં દર વર્ષે સેન્ટ્રલ ઝોન શરૂૂ કરવામાં આવે છે. બોર્ડની પરીક્ષા સંદર્ભે તા. 14ના ચૌધરી હાઈસ્કૂલે પ્રશ્નપેપરો આવી જશે. પોલીસ બંદોબસ્ત સાથે તમામ પ્રશ્નપેપરો સ્ટ્રોન્ગરૂૂમમાં સીલ કરવામાં આવશે. રાઉન્ડ-ધ-કલોક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. અને ચૌધરી હાઈસ્કૂલથી સમગ્ર સૌરાષ્ટ્રના જુદા-જુદા જિલ્લાઓમાં ધો.10ના પ્રશ્નપેપરોનું વિતરણ કરવામાં આવશે. જયારે ધો.12ના પ્રશ્નપેપરો લેવા માટે રાજકોટથી શિક્ષણાધિકારી કચેરીના અધિકારીઓ ગાંધીનગર જશે. સંભવત: તા.ર4ના પ્રશ્નપેપરો રાજકોટ આવશે.
શહેર અને જિલ્લામાં 308 બિલ્ડિંગ અને 2753 બ્લોકની વ્યવસ્થા
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા માટે રાજકોટ જિલ્લામાં 323 બિલ્ડીંગ અને 2816 બ્લોકની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ધોરણ 10 માં કુલ પાંચ ઝોન જેમાં ત્રણ ઝોન રાજકોટ શહેરમાં અને એક ઝોન ધોરાજી અને એક ઝોન જસદણમાં નક્કી કરવામાં આવ્યો છે, જ્યારે ધોરણ 12 માં પણ કુલ પાંચ ઝોન જેમાં શહેરમાં ત્રણ અને ધોરાજી જસદણમાં એક એક ઝોનનો સમાવેશ થાય છે. બોર્ડની પરીક્ષાનો ક્ધટ્રોલ રૂૂમ તા.25 ફેબ્રુઆરી થી તા.18 માર્ચ સુધી કરણસિંહજી હાઈસ્કૂલ ખાતે કાર્યરત રહેશે. પરીક્ષાર્થીઓને કોઇપણ મુશ્કેલી પડે હેલ્પલાઇનનો સંપર્ક કરવા જણાવ્યું છે. પરીક્ષામાં ગેરરીતિ નિયંત્રિત કરવા માટે વર્ગ 1 અને વર્ગ-2ના અધિકારીઓનું પરીક્ષા ખંડમાં મોનિટરિંગ રહેશે તેમજ સીસીટીવી કેમેરા તમામ બિલ્ડિંગમાં રાખવામાં આવ્યા છે. પરીક્ષાર્થીઓ માટે જિલ્લાના 10 હેલ્પલાઇન સાથે જીવન આસ્થા હેલ્પલાઇન નંબર 1800-233-3330 જાહેર કરવામાં આવ્યા છે.

