Site icon Gujarat Mirror

કોઠારિયા સોલવન્ટમાં જુગાર રમતી 5 મહિલા સહિત 8 શખ્સો ઝડપાયા

આંબેડકરનગરમાં મકાનમાં પતા ટીંચતા 4 ઝબ્બે

શહેરની ભાગોળે ગોંડલ રોડ પર આવેલા કોઠારીયા સોલવન્ટમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા પાંચ મહીલા સહીત આઠ શખ્સોને રૂા.11460ની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ. એસ.ડી. બારોટ, કોન્સ. દેવા ધરજીયા સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન ચોક્કસ બાતમીના આધારે કોઠારીયા સોલવન્ટમાં નારાયણનગરમાં દરોડો પાડી જુગાર રમતા હકીમ ઇસ્માઇલભાઇ બુકેરા, દિનેશ મેઘજીભાઇ સાગઠીયા, અલ્તાફ યુસુફભાઇ, ગીતાબેન પ્રવિણભાઇ સોલંકી, સુનીબેન દિનેશભાઇ સાગઠીયા, શીતલબેન પરેશભાઇ મુગલપરા, રૂબીના ઇકબાલભાઇ શાહમદાર અને કાજલબેન વિજયભાઇ સોલંકીને ઝડપી લીધા હતા. પોલીસે પટ્ટમાંથી રૂાો.11460ની રોકડ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જયારે બીજા દરોડામાં માલવીયાનગર પોલીસે બાતમીના આધારે 150 ફુટ રીંગરોડ પર આંબેડકરનગર શેરી નં.5માં વાલજી ભલાભાઇ ગોહેલના મકાનમાં દરોડો પાડી પતા ટીંચતા વાલજી ગોહેલ ઉપરાંત અમીન જહુરભાઇ શીશાંગીયા, હાર્દિક વિઠલભાઇ પરમાર અને દિલાવર સલીમભાઇ મકરાણીને ઝડપી પાડી રૂા.41250ની રોકડ કબજે કરી હતી.

Exit mobile version