Site icon Gujarat Mirror

ઉના-ગીરગઢડામાં 8 ઈંચ વરસાદ, મચ્છુન્દ્રી નદી બે કાંઠે

સોરઠ પંથકમાં છેલ્લા બે દિવસથી શ્રીકાર વરસાદ વરસી રહ્યો છે. ઉના અને ગીરગઢડા પંથકમાં 24 કલાકમાં 8 ઈંચ આકાશી પાણી વરસી જતાં ચોતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઉનામાં આવેલ મચ્ચુન્દ્રી નદીમાં નવા નીરની આવક થતાં બે કાંઠે વહી રહી છે.

જ્યારે રાવલ ડેમની સપાટી પણ ઉંચી આવી ગઈ છે. સૈયદ રાજપરા બંદરની બોટ ડૂબી જતાં ચાર કલાસી લાપત્તા થયા છે. તેમજ દરિયો તોફાની બનતા બોટો કાંઠે આવી શકે નહીં તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદના કારણે શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. મચ્છુન્દ્રી પીકઅપ કોઝવે ચેક ડેમ છલકાઈ જતાં નીચાણવાળા 16 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. તુલસીશ્યામ, ગીર, ધોકડવા, નગડીયા, ભડિયાદર, ચીકલકુબા, નીટલી અને વડલી સહિતના ગામોમાં ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. લોકોને સચેત રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

Exit mobile version