Site icon Gujarat Mirror

ઢેબર રોડ ઉપર વેપારી અને તેના મિત્ર ઉપર હુમલો કરવાના કેસમાં 8 આરોપીને 3-3 વર્ષની જેલ

કરિયાણાની દુકાન બંધ કરાવવા મુદ્દે 15 વર્ષ પહેલાં થયેલા ડખામાં કોર્ટનો મહત્ત્વનો ચૂકાદો

શહેરના ઢેબર રોડ નજીક ન્યુ લાલ બહાદુર સોસાયટી મેઇન રોડ પર આવેલ શ્રી શક્તિ પ્રોવિઝન સ્ટોર બંધ કરાવવાના મામલે 15 વર્ષ પહેલા થયેલી બોલાચાલી નો ખાર રાખી વેપારી અને તેના મિત્ર પર હુમલો કરવાના ગુના નો કેસ ચાલી જતા અદાલતે આઠ શખ્સોને દોષિત ઠેરવી ત્રણ વર્ષની સજા અને દંડ ફટકારતો હુકમ કર્યો છે દંડની રકમમાંથી ફરિયાદી અને સાહેબને વળતર ચૂકવી અને બાકીનું રકમ સરકારમાં જમા કરાવવા અદાલતે આદેશ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરના ઢેબર રોડ નજીક ન્યુ લાલ બહાદુર સોસાયટી મારેતા અને શ્રી શક્તિ પ્રોવિઝન સ્ટોર નામે વ્યવસાય કરતા કીર્તિરાજસિંહ હકુમતસિંહ ઝાલા અને તેના મિત્ર શક્તિસિંહ ઝાલા અને ભરતસિંહ રાયજાદા દુકાને બેઠા હતા.

ત્યારે તારીખ 6/ 4 /11 ના રોજ સાગર સોસાયટીમાં રહેતા રાકેશ જેઠા કાનગડ, કોઠારીયા મેઈન રોડ નજીક પારસ સોસાયટીમાં રહેતા ચિરાગ ચતુર મોલીયા, હરી ધવા મેઇન રોડ ભવનાથ સોસાયટીમાં રહેતા અંકુર વિનોદ હાપલીયા ,હરીધવા મેઇન રોડ પર આવેલ કિરણ સોસાયટીમાં રહેતા ચિંતન ઉર્ફે ભૂરો ગોવિંદ કાંજિયા, નહેરુનગરમાં આવેલ ક્રિષ્ના પાર્કમાં રહેતો કલ્પેશ લાખા બાલાસરા ,કોઠારીયા રોડ નજીક સૂર્યદેવ સોસાયટીમાં રહેતા હરદીપસિંહ પ્રવિણસિંહ રાણા,નેહરુ નગર રોડ પર આવેલ ક્રિષ્ના પાર્કમાં રહેતા વનરાજ લાખા બાલાસરા અને કોઠારીયા રોડ રણુજા પાસે ગોકુલ પાર્કમા રહતો રમેશ દેવરાજ ગજેરા સહિત સહિત આઠ શખ્સો ધસી આવી દુકાન બંધ કરાવતા વેપારીએ કહેલ કે શા માટે દુકાન બંધ કરાવો છો આથી ઉશ્કેરાય છે બે જ બોલના ધોકા વડે માર મારી અંગેની ભક્તિનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. તપાસ પૂર્ણ થતા તમામ અને જે લવાલે કર્યા હતા. બાદ તપાસની દ્વારા અદાલતમાં ચાર સીટ રજૂ કરવામાં આવતા કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ સરકારી વકીલ દ્વારા ફરિયાદી પંચો શાહેદો તબીબ અને તપાસની તેમજ એફએસએલના નિષ્ણાતો અને તપાસવામાં આવ્યા હતા.

બાદ સરકારી વકીલ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલમાં ગુનાની ગંભીરતા જોતા હળવાશથી કામ લઈ શકાય નહીં તો આવા લોકોને છૂટી જશે તો સમાજમાં ગુનાનું પ્રમાણ વધશે તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓને ધ્યાને લઈ ન્યાયધીશ વી.ડી મોઢ દ્વારા તમામ શખ્સોને તકસીરવાન ઠેરવી અલગ અલગ કલમ હેઠળ દંડ અને સજા ફટકારવામાં આવી છે. દંડની રકમમાંથી ફરિયાદીને રૂૂપિયા 1.75 લાખ અને સાહેદ શક્તિસિંહ ને 50,000 નું વળતર ચૂકવી આપવા અને બાકીની રકમ સરકારમાં જમા કરાવવા આદેશ કર્યો છે.

Exit mobile version