રાષ્ટ્રીય
કેરળના ત્રિશૂરમાં 78 જ્વેલર્સને ત્યાં GSTના દરોડા, 104 કિલો સોનુ જપ્ત
દિવાળીના તહેવારો પૂર્વે જ 700 અધિકારીઓનું ઓપરેશન
કેરળના ત્રિશૂર શહેરમાં જીએસટી ટીમે કેરળમાં મોટી કાર્યવાહી કરી. રાજ્યભરની GSTટીમોએ સોનાના વેપાર માટે પ્રખ્યાત ત્રિશૂરમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ પર દરોડા પાડીને રૂૂ. 75 કરોડની કિંમતનું 104 કિલો સોનું જપ્ત કર્યું છે. ખાસ વાત એ છે કે આ કાર્યવાહીમાં વિભાગના 700 અધિકારીઓ સામેલ હતા અને 24 કલાક સુધી 78 જગ્યાએ દરોડા પાડીને મોટી માત્રામાં સોનું જપ્ત કર્યું હતું.
હકીકતમાં, કેરળના GSTવિભાગને વર્ષની શરૂૂઆતથી જ જ્વેલરી ઉત્પાદકો તરફથી ૠજઝની છેતરપિંડીની ફરિયાદો મળી રહી હતી. જીએસટીની ટીમ છેલ્લા છ મહિનાથી આ મામલે તપાસ કરી રહી હતી. જીએસટી ટીમે બુધવારે સાંજે ઝુંબેશ શરૂૂ કરી હતી. આ અભિયાનને ટોર્રે ડેલ ઓરો નામ આપવામાં આવ્યું હતું. તેનો અર્થ થાય છે સુવર્ણ ટાવર. ગુરુવાર સાંજ સુધી ચાલેલી આ ઝુંબેશ દરમિયાન GSTવિભાગના 700 અધિકારીઓએ જ્વેલરી મેન્યુફેક્ચરિંગ યુનિટ અને જ્વેલરી ઉત્પાદકોના ઘરો સહિત 78 સ્થળોએ ચેકિંગ કર્યું હતું.
એવું કહેવાય છે કે તપાસ દરમિયાન GSTઅધિકારીઓએ 104 કિલો સોનું જપ્ત કર્યું હતું. જ્યારે બિલિંગ અને ટેક્સ પ્રક્રિયામાં પણ ગેરરીતિઓ જોવા મળી હતી. આ સિવાય 120 કિલો સોનાનો કોઈ હિસાબ મળ્યો નથી. આ અભિયાન GSTસ્પેશિયલ કમિશનર અબ્રાહમ રેન એસની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું.
ઝુંબેશની ગુપ્તતા જાળવવા માટે, જીએસટી વિભાગે તાલીમ કાર્યક્રમના બહાને સમગ્ર રાજ્યમાંથી અધિકારીઓને ત્રિશૂર બોલાવ્યા. આ પછી, તેઓને અભ્યાસ પ્રવાસના બેનરો સાથે બસોમાં દરોડાના સ્થળો પર લઈ જવામાં આવ્યા હતા. સ્ટેટ GSTઈન્ટેલિજન્સ ડેપ્યુટી કમિશનર દિનેશ કુમારે કહ્યું કે ઓપરેશન ટોર્રે ડેલ ઓરો ચાલુ રહેશે. GSTવિભાગની આ કાર્યવાહીને લઈને ત્રિશૂરના જ્વેલરી ઉત્પાદકોમાં હલચલ મચી ગઈ છે.