રાષ્ટ્રીય

તહેવારોની સિઝન પહેલાં સોનું લાલચટાક રાજકોટમાં હાજરમાં 77,800નો ભાવ બોલાયો

Published

on

ઇઝરાયેલ-ગાઝા યુદ્ધ દાગીનાની ચમક ઘટાડશે!

વધી રહેલા જીઓ-પોલિટિકલ ટેન્શન અને ફ્ેડરલ રિઝર્વ વ્યાજદરમાં હજુ પણ કાપ મૂકે તેવી સંભાવના વચ્ચે વૈશ્વિક બુલિયનમાં મજબૂતીનું વલણ જળવાઈ રહ્યું હતું. જેના પગલે સ્થાનિક બજારમાં સતત બીજા દિવસે સોનું તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું હતું. તહેવાર પહેલા લાલચોળ તેજી છવાઇ ગઇ છે. બીજી તરફ્ ચાંદીમાં બે તરફી વલણ વચ્ચે સામાન્ય ઘરાકી રહેતા ભાવમાં એકંદરે સ્થિરતા રહી હતી. ચાંદીના વાયદામાં શરૂૂમાં વેચવાલી રહ્યા બાદ દિવસ પૂરો થતાં સુધીમાં ભાવ સુધારીને બંધ થયા હતા. રાજકોટમાં 24 કેરેટ સોનું રૂ. 500 વધીને રૂ. 77,800 પ્રતિ 10 ગ્રામની નવી ઊંચાઈએ પહોંચ્યું હતું. તેવી જ રીતે 22 કેરેટ સોનું રૂ. 67,200 પ્રતિ 10 ગ્રામ થયું હતું.


સ્થાનિક ચાંદી રૂ. 88,000 પ્રતિ કિલોના મથાળે ટકેલી હતી. વૈશ્વિક બજારો જોઈએ તો સોનું 2624 ડોલર સામે વધીને 2636 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. તેમજ ચાંદી 30.70 ડોલર હતું તે 30.98 ડોલર પ્રતિ ઔંસ થઈ હતી.
વાયદા બજારમાં એમસીએક્સ સોનાનો ઓકટોબર વાયદો રૂ. 211 વધીને રૂ. 74,295 પ્રતિ 10 ગ્રામ થયો હતો. તેમજ ડિસેમ્બર વાયદો રૂ. 165 વધીને રૂ. 74,946 પ્રતિ 10 ગ્રામ થયો હતો. એમસીએક્સ ચાંદીમાં ડિસેમ્બર વાયદો રૂ. 453 સુધારીને રૂ. 89,231 પ્રતિ કિલો ભાવ થયો હતો.

મંગળવારે મોડી સાંજે કોમેક્સ સોનું 2652.30 ડોલર પ્રતિ ઔંસ પર ફ્લેટ ટ્રેડ થઈ રહ્યું હતું. કોમેક્સ ચાંદી 8.5 સેંટ વધીને 31.71 ડોલર પ્રતિ ઔંસ પર વેચાઈ રહી હતી. બુલિયન નિષ્ણાતોએ જણાવ્યું કે, એશિયામાં જીઓ-પોલિટિકલ ટેન્શન વધી રહ્યું છે. ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ગત સપ્તાહે વ્યાજદરમાં 0.50%નો મોટો ઘટાડો કર્યા બાદ આ વર્ષના અંત સુધીમાં બીજો મોટો વ્યાજદર કાપ આવી શકે છે તેવા સંકેતો આપતા બજારમાં તેજી તરફી માનસ જળવાઈ રહ્યું છે. જોકે, સોનું તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યું છે તે જોતાં આગામી દિવસોમાં પ્રોફ્ટિ બૂકિંગની પણ સંભાવના છે.


એમસીએક્સ પર ગોલ્ડ ઓક્ટોબર ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ બુધવારે 10 ગ્રામ દીઠ રૂ. 76,000ની નવી સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. યુએસ ફેડ દ્વારા 50 બીપીએસના દરમાં ઘટાડો કરવાના નિર્ણયને પગલે છેલ્લા સપ્તાહમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ રૂ. 2,900નો વધારો થયો છે.તેનાથી વિપરિત, ચાંદીના ડિસેમ્બર ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ રૂ. 92,221/કિલો પર ટ્રેડ કરી રહ્યા હતા, જે 0.19% અથવા રૂ. 172 ના ઘટાડા સાથે છે. જો કે, ચાંદીમાં પણ પાછલા સપ્તાહમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે, જેમાં રૂ. 3,900/કિલોનો વધારો થયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version