Site icon Gujarat Mirror

દ્વારકા જિલ્લામાં જુગાર રમતી 11 મહિલા સહિત 77 જુગારીઓ ઝડપાયા

15 દરોડામાં રોકડ સહિત 1.75 લાખનો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો: શ્રાવણી જુગાર પર પોલીસની સ્ટ્રાઇકથી પત્તાપ્રેમીઓમાં ફફડાટ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ શ્રાવણ માસ હોય અનેક લોકો જાણે શ્રાવણ માસની ઉજવણી જુગાર રમીને કરતા હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે. ત્યારે જિલ્લાના જુદા જુદા સ્થળોએ ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખુલેલા જુગારના હાટડા પર પોલીસે દરોડા પાડી અને મહિલાઓ સહિત અનેક પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ નિતેશ પાંડેયની સૂચના મુજબ જિલ્લાની જુદી જુદી પોલીસ ટીમ દ્વારા જુગાર સામે કરાયેલી કાર્યવાહીમાં દ્વારકાના પી.આઈ. આકાશ બારસીયાની ટીમ દ્વારા દ્વારકા તાબેના મોટા ભાવડા ગામના વાડી વિસ્તારમાંથી મોડી રાત્રિના દોઢેક વાગ્યાના સમયે સુમાત રામ આંબલીયા, જગદીશ કાના ચાવડા, ભીમા અરશી ચાવડા, પ્રવીણ સુકા ચાવડા, કરસન ખીમાણંદ ગોધમ, ઉકરડાભા હાડાભા સુમણીયા, દોલુભા હાડાભા સુમણિયા અને રાજાભા વરજાંગભા માણેક નામના 8 શખ્સોને ગંજીપાના વડે જુગાર રમતા રૂૂ. 14,750 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. અન્ય એક કાર્યવાહીમાં દ્વારકા પોલીસે વરવાળા ગામના સાવજાભા ઉર્ફે પાંચુભા કાનાભા જામ નામના 32 વર્ષના શખ્સના રહેણાંક મકાનના જુગાર દરોડો પાડી, અહીં તીનપત્તિ નામનો જુગાર રમી રહેલા સાવજાભા ઉર્ફે પાચુભા કાનાભા, ગજુભા નાગશીભા માણેક, મેરૂૂભા બાબુભા માણેક અને સાચલભા સુરાભા જામ નામના ચાર શખ્સોને રૂૂ. 12,830 ની રોકડ રકમ સહિત કુલ રૂૂપિયા 28,330 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

મીઠાપુરના પી.આઈ. ડી.એન. વાંઝાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસની કાર્યવાહીમાં ભીમરાણા ગામેથી નીતિન ફકીરભાઈ સલેટ, ઘનશ્યામસિંહ મનુભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ જશુભા જાડેજા, સુરુભા રૂૂખડજી વાઢેર, વિજય ફાકીરાભાઈ સલેટ અને હાર્દિક મનુભાઈ લખલાણી નામના છ શખ્સોને રૂૂપિયા 46,270 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. સુરજકરાડી વિસ્તારમાંથી મોડીરાત્રિના સમયે ગંજીપાના વડે જુગાર રમતા શરીફાબેન બાબુભાઈ મકવાણા, રમીલાબેન ભાવેશ સાગઠીયા, અને સુધાબેન બાલુભાઈ ચૌહાણને પાસેથી પોલીસે રૂૂ. 5,170 નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.

ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામે ઇન્ચાર્જ પી.આઈ. વી.આર. શુક્લના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે મોટા આંબલા ગામેથી મનસરબા ગુમાનસિંહ ચૌહાણ, નામનિશાબા રવિરાજસિંહ ચૌહાણ, ફરીદાબેન આદમભાઈ સંઘાર અને મેમુનાબેન ઇશાકભાઈ સંઘાર નામના ચાર મહિલાઓને રૂૂ. 5,120 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.કલ્યાણપુર પોલીસે નાવદ્રા ગામેથી દેવા દેશુર કંડોરીયા, લલિત નાથાભાઈ કાનાણી અને ભાવેશ તુલસીભાઈ કાનાણી નામના ત્રણ શખ્સોને તીનપત્તીનો જુગાર રમતા રૂૂ. 13,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

કલ્યાણપુર પોલીસની અન્ય કાર્યવાહીમાં ગુરગઢ ગામેથી અમીનાબેન અબુભાઈ રૂૂંઝા, જીવુબેન અબ્દુલભાઈ શેખ અને ચાગબાઈ ઈશાભાઈ શેખ નામના ત્રણ મહિલાઓને તેમજ આ જ વિસ્તારમાંથી ઓસમાણ આમદ શેખ, રજીયા આદમ રૂૂંઝા, સોનુબેન ઓસમાણ શેખ અને હમીદાબેન સતાર શેખને પોલીસે રૂૂ. 1,520 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. નાવદ્રા ગામેથી મોડી રાત્રીના સમયે તીનપત્તીનો જુગાર રમતા મેરામણ દેવશી ચેતરીયા, ટપુ પાલા ભાંગરા અને જીતેશગર દોલતગર મેઘનાથીને પોલીસે 6,250 ની રોકડ રકમ સાથે તથા ગોરાણા ગામેથી વનરાજ અરભમ ગોરાણીયા, કેશુ કારા ગોરાણીયા, પોલા લાખા ગોરાણીયા અને હાજી સુમરા બાબર નામના ચાર શખ્સોને પોલીસે રૂૂ. 3,520 સાથેના મુદ્દામાલ ઝડપી લઇ, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે રવિવારે કરેલી જુગાર સામેની કાર્યવાહીમાં ખંભાળિયા તાલુકાના વાડીનાર ગામેથી રાત્રિના અઢી વાગ્યાના સમયે જુગાર રમતા મોહન જીવા જેઠવા, હિતેશ તુલસી વાઘેલા, દેવાંગ યોગેશ વાઘેલા અને રાહુલ રમેશ ગોહલને રૂૂ. 1950 સાથે ઝડપી લેવામાં આવ્યા હતા. દ્વારકાના ટીવી સ્ટેશન વિસ્તારમાંથી નિલેશ મગન મુછડીયા, રવિ મગન મુછડીયા, દેવુ અરજણ મુછડીયા, રણજીત આલા હાથીયા, જીવણ બેચર રાઠોડ, અસગર હારુન મુસ્લિમ અને નીતાબેન ભીખુભાઈ ધેડિયા નામના સાત વ્યક્તિને રૂૂ. 10,450 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

દ્વારકાના બસ સ્ટેન્ડ સામે બેસીને રોનપોલીસનો જુગાર રમતા વિકી ચમન જેઠવા, કપિલ દિનેશ ચૌહાણ, બાબુ ઉર્ફે લાલો મંગા વાલ્મિકી, ધ્રુવ જમનાદાસ વાઘેલા, નિખિલ રાજેશ ઢાકેચા અને ભાવેશ કિશોર વાઘાણી નામના છ શખ્સો રૂૂપિયા 13,600 ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. કલ્યાણપુર નજીકના વાડી વિસ્તારમાંથી સરકારી ખરાબાની જમીન પર બેસીને રાત્રિના સમયે જુગાર રમતા હિતેશ લખમણ ગોજીયા, પારસ વિક્રમ બેલા અને વિશાલ અરજણ કરમુર નામના ત્રણ શખ્સોને રૂૂ. 3250 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

ભોપલકા ગામે ગૌશાળાની પાછળથી તીનપત્તી નામનો જુગાર રમતા મનહરસિંહ ઉર્ફે મફતભાઈ મંગળસિંહ જાડેજા, દિલીપ મુરાભાઈ વાણીયા, ચંદ્રસિંહ કાનુભા જાડેજા, યુવરાજસિંહ દાજીભા જાડેજા, વેલુભા હરિસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ઘેલુભા જાડેજા અને રાણા માલાભાઈ બારીયા નામના સાત વ્યક્તિઓને પોલીસે રૂૂ. 5,125 ની રકમ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.કલ્યાણપુરના પાદરમાં સરકારી ખરાબામાં બેસીને તીનપત્તી નામનો જુગાર રમતા કેવલ પરબત જોગલ, પરેશ જેસા જોગલ, અમિત રામશી ગોજીયા અને પુનિત કેશુર બેલા નામના ચાર શખ્સો રૂૂ. 4,350 ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. ધતુરીયા ગામના ગેટ પાસેથી રાત્રિના બારેક વાગ્યાના સમય પોલીસ દરોડામાં ડાયા વીરા વકાતર, પરબત કુંભા વકાતર, રાજેશ કાંતિ વાઢેર, દિલીપ અરજણ ભાટિયા, ગોવા નથુ આંબલીયા અને પરબત નાથા ગોરાણીયા નામના છ શખ્સોને રૂૂપિયા 12,410 ના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા હતા.

Exit mobile version