કોટડાસાંગાણી તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી ખાતે ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. 16 બેઠકો ધરાવતી આ પંચાયત માટે કુલ 76 ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે.
ચૂંટણીમાં મુખ્ય પક્ષો અને અપક્ષો વચ્ચે રસાકસી જોવા મળી રહી છે: ભાજપ: 32 ઉમેદવારો, આમ આદમી પાર્ટી (AAP) 26 ઉમેદવારો, કોંગ્રેસ 16 ઉમેદવારો અને અપક્ષ: 02 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે વહીવટી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ભરાયેલા ફોર્મની ચકાસણી રોજ કરવામાં આવશે. ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ તા. 15 છે. આમ, તા. 15 ના રોજ ફોર્મ ખેંચાયા બાદ જ ચૂંટણીનું આખરી અને સ્પષ્ટ ચિત્ર સામે આવશે કે કઈ બેઠક પર કોની વચ્ચે સીધો જંગ ખેલાશે. અંતિમ દિવસ હોવાથી તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં મોડી સાંજ સુધી ઉમેદવારો અને સમર્થકોની ભીડ જોવા મળી હતી.

