Site icon Gujarat Mirror

સાંઢિયા પુલ પર કારમાંથી 731 નંગ ઇંગ્લિશ દારૂની બોટલ ઝડપાઈ

જામનગરમાં સાંઢિયા પુલ પરથી પસાર થઈ રહેલી એક કારમાં દારૂૂની જંગી બાટલીનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે, અને નાઘેડી નો શખ્સ કાર ચલાવીને આવી રહ્યો છે, તેવી ચોક્કસ બાતમીના આધારે જામનગર ના સીટી સી. ડિવિઝનના પોલીસ સ્ટાફે વોચ ગોઠવી ત્યાંથી પસાર થઈ રહેલી જીજે 16 બી.કે. 6499 નંબરની કારને અટકાવી હતી.

જે કાર ની તલાસી લેતાં તેની અંદરથી ઇંગ્લિશ દારૂૂની 251 નંગ મોટી બાટલી તેમ જ 480 નંગ ઇંગ્લિશ દારૂૂના ચપટા મળી કુલ 3,89,840 ની કિંમત નો ઇંગલિશ દારૂૂ નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂૂ કાર અને એક મોબાઇલ ફોન સહિત નાઘેડીના કાર ચાલક રવિરાજસિંહ ગોપાલજી જાડેજા ની અટકાયત કરી લીધી છે. પોલીસની પૂછ પરછ દરમિયાન ઉપરોક્ત દારૂૂનો જથ્થો જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 58 માં રહેતા આનંદ ઉર્ફે બાડો નાનજીભાઈ ભદ્રા તેમજ હિરેન બાવાજી એ મંગાવ્યો હોવાનું કબૂલતાં તે બંનેને ફરારી જાહેર કરાયા છે, અને શોધખોળ હાથ ધરી છે.

Exit mobile version