Site icon Gujarat Mirror

માળિયા મિયાણામાંથી 70 હથિયાર, 23 કાર્તુસ, તલવાર, નકલી સોનાના બિસ્કિટ મળી આવ્યા

માળિયા (મી.) પંથકમાં મોરબી જીલ્લા પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે મેગા કોમ્બિંગમાં એક ઘરમાંથી તમંચો, 23 કાર્ટીઝ અને છરી સહિતના હથિયારો મળી આવ્યા હતા તો પેરોલ જંપ કરનાર ઇસમોને ઝડપી લેવામાં ટીમને સફળતા મળી હતી તેં ઉપરાંત એમવી એક્ટ અને ટ્રાફિક નિયમ ભંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી.

પોલીસ મહાનિરીક્ષક સરહદી રેંજ, ભુજ દ્વારા મોરબી જીલ્લામાં નાસતા ફરતા તથા પેરોલ જંપ જંપ થયેલ આરોપીને ઝડપી લવા કડક કાર્યવાહીની સુચના અન્વયે મોરબી જીલ્લા પોલીસ દ્વારા મેગા ડે કોમ્બિંગનું આયોજન માળિયા (મી.) પંથકમાં કરવામાં આવ્યું હતું જેમા 450 પોલીસની અલગ અલગ ટીમો બનાવી ફૂટ પેટ્રોલિંગ કરી માળિયાના ખીરઈ ગામે ડ્રોન કેમેરા અને વિડીયોગ્રાફી સાથે ડે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું જેમાં આરોપી સીદીક સુભાન કટિયા રહે વિશાલા હોટેલ પાછળ વાળાના ઘરે સર્ચ કરતા ઘરમાંથી દેશી હાથ બનાવટનો તમંચો 1, કાર્ટીઝ 23, છરી, છરા અને તલવાર, ભાલા, ધરિયા-કુહાડી અને ફરસી જેવા ઘાતક હથિયારો મોટી માત્રામાં મળી આવ્યા હતા તેમજ ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ મળી આવતા માળિયા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરવાની કામગીરી કરવામાં આવી હતી.

તે ઉપરાંત હળવદ પોલીસ મથકમાં વર્ષ 2021 માં ખૂનના ગુનામાં પકડાયેલ આરોપી આરીફ મહેબુબ જામ રહે ખીરઈ તા. માળિયા વાળો જેને સેશન્સ કોર્ટ મોરબી દ્વારા તા. 08-10-25 ના રોજ આજીવન કેદની સજા કરી છે જે આરોપી પાકા કામના કેડી તરીકે રાજકોટ જીલ્લા જેલ ખાતે સજા ભોગવતો હતો અને તા. 11-05-26 ના રોજ હાઇકોર્ટના હુકમથી 3 દિવસની પેરોલ રજા પર મુક્ત થયો હતો અને પેરોલ જંપ કરી ફરાર થયો હતો જેને ઝડપી લેવામાં આવ્યો છે તેમજ વોન્ટેડ આરોપી ઇકબાલ ઉર્ફે ઇકો હાજી મોવર રહે ખીરઈ તા. માળિયા વાળો દેશી દારૂૂ વેચાણ અને કબ્જાના અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે આરોપી વોન્ટેડ હોય જેને ઝડપી લેવામાં આવ્યો હતો તેમજ તેના મકાન, ઓફિસ અને સગા સંબંધીઓને ત્યાં ગેરકાયદે વીજચોરી કરતા હોવાનું જણાતા પીજીવીસીએલ ટીમને જાણ કરવામાં આવી છે અને કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે.

ઉપરાંત પોલીસે એમવી એક્ટ 207 મુજબ 36 વાહનો ડીટેઈન કર્યા હતા અને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહનચાલકો પાસેથી રૂૂ 17,100 દંડ વસુલવામાં આવ્યો હતો આમ જીલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ડે કોમ્બિંગ કરી ગેરકાયદેસ અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઇસમોના રહેણાંક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

 

Exit mobile version