Site icon Gujarat Mirror

ડેન્ટલ કોલેજના ત્રણ તબીબ સહિત 7 વ્યક્તિ કોરોનાગ્રસ્ત

જામનગર શહેર માં કોરોના સંક્રમણે હવે વેગ પકડ્યો છે. આજે પણ વધુ સાત પોઝિટિવ કેસ નોંધાયા છે.જેમાં ડેન્ટલ કોલેજ ની હોસ્ટેલ ના ત્રણ તબીબી વિધાર્થીઓ નો પણ સમાવેશ થાય છે.આજે સાત કેસ માંથી બે મહિલા અને પાંચ પુરુષ નો સમાવેશ થાય છે. આ તમામ ને હોમ આઇસોલેસન માં રાખવામાં આવ્યાં છે. શહેર માં હાલ ની સ્થિત એ કુલ 35 એક્ટિવ કેસ છે.

જ્યારે ગ્રામ્ય વિસ્તાર માં આજે પણ કોઈ કેસ નોંધાયો નથી. જામનગર શહેર માં કોરોના નો કહેર સતત વધી રહ્યો છે. જામનગર ના શહેરી વિસ્તાર માં આજે વધુ 7 કેસ નોંધાયો છે. જેમાં ડેન્ટલ કોલેજ ની હોસ્ટેલ માં રહેતા ત્રણ તબીબી વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આજે નોંધાયેલા સાત કેસમાં ડેન્ટલ કોલેજ ના ત્રણ વિધાર્થીઓ ઉપરાંત ભીમવાસ વિસ્તાર ના 40 વર્ષ ના પુરુષ , હિંમતનગર વિસ્તાર નો 29 વર્ષ નો યુવાન, પ્રેમચંદ કોલોનીમાં 36 વર્ષ નો યુવાન અને દિગ્વિજય પ્લોટ વિસ્તાર ના 34 વર્ષ ના મહિલા નો સમાવેશ થાય છે. આ તમામ ને હોમ આઈસોલેશન માં જ સારવાર આપવા માં આવી રહી છે. જામનગર શહેર માં આજ ની સ્થિતિ એ કુલ 35 એક્ટિવ કેસ છે .જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં એક પણ દર્દી સારવાર હેઠળ નથી. જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તાર માં આજે કોઈ કેસ નોંધાયો નથી.

Exit mobile version