શહેરના બેડીનાકા ટાવર પાસે આવેલા મકાનમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મહેફીલ માણતા 7 બંગાળી શખ્સોને ઝડપી લઈ મહેફીલમાંથી દારૂની ત્રણ બોટલ, ગ્લાસ અને બાઈટીંગની વસ્તુ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ, એ-ડીવીઝન પોલીસ મથકના પીએસઆઈ એસ.આર.ચાવડા, હેડ કોન્સ્ટેબલ સંજય ચૌહાણ, કોન્સ્ટેબલ જયેશ ડાંગર, મનીષ ફાંગલીયા સહિતનો સ્ટાફ ગઈકાલે રાત્રે પેટ્રોલીંગમાં હતો દરમિયાન બેડીનાકા ટાવર પાસે આવેલા પ્રભાકરભાઈના મકાનમાં દારૂની મહેફીલ ચાલતી હોવાની ચોક્કસ બાતમી મળતાં પોલીસે તાત્કાલીક દોડી જઈ મકાનમાં દરોડો પાડતાં 7 શખ્સો દારૂની મહેફીલ માણતા મળી આવ્યા હતાં. પોલીસે સૌરવ સાસધાર દોલાઈ, હિરનમોય અજોયકરક, બાપનમન્ના સીધામન્ના, ચાં અભેરામ દોલાઈ, પ્રદીપમન્ના સિધ્ધામન્ના, રાકેશમન્ના ઓસ્ટોમન્ના, સોમનાથભકતો અમરનાથભકતોને ઝડપી લઈ પટમાંથી દારૂની 180 એમ.એલના ત્રણ ચપલા, ખાલી ગ્લાસ ન.7, ડિસ્પોઝીબલ ડીસ નં.4 અને બાઈટીંગ માટેના શીંગ દાળીયા અને વેફર કબજે કરી સાતેય બંગાળી શખ્સોની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

